જે રીતે બિહારી હિન્દી અલગ છે, બમ્બૈયા હિન્દી અલગ છે અને સાઉથ ઇન્ડિયન હિન્દીનો આખો પ્રકાર જ અલગ છે, એ જ રીતે આપણા અમદાવાદમાં જુહાપુરા નામના વિસ્તારનું હિન્દી પણ સાવ અલગ જ છે ! સાંભળો નમૂના…
***
નોર્મલ હિન્દી :
‘આપ સીધે સીધે જાના, આગે ચૌરાહે પર દાહિની ઔર મૂડ જાના. વહાં નીલે મકાન કે સામને હૈ યે દુકાન.’
જુહાપુરી હિન્દી :
‘અપણે સીધી સીધે નાક કી દોંડી પે જ જાણે કા ! આગે ચોકડી પડતી હૈનાં, વાં સી જમણી સાઈટ વલ જાઈયો ! ઉધર એક ભૂરા મકોંન હૈગા. બસ વાં કે સાંમણે જ હૈગી આપ કી દુકોંન !’
***
નોર્મલ હિન્દી :
દેખિયે, મુઝે દેર હો રહી હૈ. અબ મૈં જા રહા હું.
જુહાપુરી હિન્દી :
‘દેખ બાવા, મેરે કુ અબી બોત મોડા હો રૈલા હૈ. મેં તો સટક રિયા હું !’
***
નોર્મલ હિન્દી :
'ચાચા કહતે હૈં, ઐસા કરો… મામા કહતે હૈં વૈસા કરો… મૌસી કહતી હૈ વૈસા મત કરો ઔર ફૂફી કહતી હૈ ઐસા ભી મત કરો ઔર વૈસા ભી મત કરો… અબ આપ હી કહો, મૈં ક્યા કરું ?'
જુહાપુરી હિન્દી :
‘અબી દેખો ના ? મેરે ચાચૂ કૈ રેલે, નૂં કરો… મેરે મામું કૈ રેલે કે નૂં કરો… મૌસી કૈ રેલી કે નૂં ના કરો, ને ફૂફી કૈ રેલી હૈ કિ નૂં બી ના કરો, ને નૂં બી ના કરો ! અબી તુમીં ચ બોલો, મૈં નૂં કરું કે નું કરું ? સાલા, દિમાગ કા હિંચકા બના ડાલેલા હૈ !’
***
નોર્મલ હિન્દી :
‘મેરા દિમાગ ઘુમ રહા હૈ… મુઝે ચક્કર આ રહે હૈં… લગતા હે મેરા સર ફટ જાયેગા.’
જુહાપુરી હિન્દી :
‘દેખ હાં, અબી મેરા મગજ ઘુમણે લગેગા હૈ.. બોલે તો સાલા, ખોપડી કા ચકડોલ બન ગૈલા હૈ… અબી જ્યાદા નસ ખેંચાઈ ને ? તો મેરા બાટલા કબી ભી ફટણેવાલા હૈગા ! બોલ રિયા હું તેરે કુ…’
***
નોર્મલ હિન્દી :
‘બહોત દિનોં બાદ ફૂરસત મિલી હૈ, કહીં ઘૂમને જાને કા દિલ કરતા હૈ, મગર પૈસા કમ હૈ.’
જુહાપુરી હિન્દી :
‘કિત્તે દિનોં સે નવરે જ બૈઠેલે હૈંગે ! સાલા, કિધર કો રખડને જાને કી ઇચ્છા હો રૈલી હૈ મગર કાંણે ખિસ્સે મેં હડતાાલ પડેલી હૈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment