ક્રિકેટ કોમેન્ટ્રીમાં દ્વિઅર્થી શબ્દો !

ઓ હલોઓ ! એક મિનિટ ! તમે જેને ‘દ્વિઅર્થી’ સમજો છો એવા નહીં, પણ એક જ શબ્દના બે અર્થ થતા હોય એવા શબ્દોની વાત છે ! સાંભળો આ ક્રિકેટ કોમેન્ટ્રીનાં વાક્યો…

*** 

‘વિકેટ’ એટલી બાઉન્સી છે કે ‘વિકેટ’ને સાચવીને ન રમો તો તમારી ‘વિકેટ’ પડી જશે !

(જોયું ? ‘વિકેટ’ના બે અર્થ છે !)

*** 

‘વિકેટ’ ખૂબ જ ધીમી છે એટલે ‘વિકેટ ટુ વિકેટ’ બોલિંગ કરશો તો જ ‘વિકેટ’ મળવાની સંભાવના છે.

(અહીં તો ત્રણ અર્થ છે !)

*** 

ઇતની ‘ટર્નિંગ વિકેટ’ કે ઉપર ભી ‘આખરી વિકેટ’ કી સાજેદારી પચાસ રન કી હો ગઈ હૈ !

(બોલો, ‘વળી રહેલી’ વિકેટની પણ ‘ભાગીદારી’ થઈ શકે છે !)

*** 

બોલર ને ‘બોલ’ ડાલી, મગર વહ ‘નો બોલ’ હો ગઈ હૈ… અબ વહી બોલ વાપસ બોલર કે હાથ મેં આ ગઈ હૈ, જિસે ‘વાપસ’ ડાલની પડેગી…

*** 

ક્યા યહ ‘વાઈડ બોલ’ થી? યા ‘વાઈડ’ નહીં થી ? બોલર અંપાયર સે શિકાયત કર રહા હૈ કિ બોલ કી ‘શેપ’ બદલ ગઈ હૈ…

(અહીં સવાલ એ છે કે શું બોલ ‘વાઈડ’ થયો એટલે ‘શેપ’ બદલાયો છે ?)

*** 

યુ હેવ ટુ ‘રન’ બિહાઈન્ડ ધ બોલ ટુ સેવ ધ ‘રન’ ! ઈફ યુ ‘રન’ ફાસ્ટ, યુ સેવ ‘ટુ રન્સ !’

(ગુજરાતીમાં કહીએ તો તમારે ‘દોડ’ બચાવવા માટે ‘દોડ’ લગાવવી પડે !)

*** 

ફિલ્ડરને ‘બાઉન્ડ્રી’ તક દૌડ લગાકર ‘બાઉન્ડ્રી’ બચાઈ હૈ…

(યાને કે ‘સીમારેખા’ સુધી દોડીને ‘સીમારેખા’ને બચાવી ?)

*** 

ઇફ યુ ડોન્ટ ‘ટચ’ ધ બાઉન્ડ્રી, ધેન ઇટ્સ ‘નોટ અ બાઉન્ડ્રી’ બટ ઈફ યુ ‘ટચ ઇટ’, ઇટ્સ અ ‘બાઉન્ડ્રી’ !

(બોલો, ના સમજાય એટલું સહેલું છે ને !)

*** 

પૂરા મૈદાન ખુલા પડા હૈ, સિર્ફ ‘ગલી’ મેં એક ફિલ્ડર ખડા હૈ !

(મેદાનમાં ગલી ? ક્રિકેટમાં જ હોય !)

*** 

દેખનેવાલી બાત યહ હૈ કિ ઇસ ‘સ્લો વિકેટ’ કે ઉપર ‘ફાસ્ટ’ બોલરોંને પાંચ ‘વિકેટ નિકાલે’ હૈ !

(વિકેટમાંથી વિકેટ કાઢવાનું તો કોઈ અંગ્રેજો પાસેથી જ શીખે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments