દુનિયા કંઈ રાતોરાત બદલાતી નથી. એને બદલાતાં વાર લાગતી હોય છે. પરંતુ એ છતાં અમુક ચીજો આપણે ખાસ ‘માર્ક’ કરીએ ત્યારે જ દેખાય છે ! જેમકે…
***
પહેલાં લોકો ‘સફલ’ થવા માગતા હતા… આજકાલ લોકો ‘વાયરલ’ થવા માગે છે !
***
સ્હેજ વિચારશો તો સમજાશે કે ‘બિસલેરી’ ‘આક્વાફીના' ‘આવા’ જેવી કંપનીઓ પાણીનું ઉત્પાદન નથી કરતી. એ લોકો માત્ર પ્લાસ્ટિકની બાટલીઓ જ બનાવે છે !
***
આજકાલ બ્રાન્ડનાં નામો પણ કેવાં છે ?
મહિલાઓને ‘બાદશાહ’ના નામે માત્ર મસાલા જ મળે છે અને પુરુષોને ‘અપ્સરા’ના નામે માત્ર પેન્સિલો !
***
જમાનો બદલાઈ ગયો છે. આજે માખણ ‘અમુલ’ બનાવે છે અને ‘ગોપાલ’ ? એના સેવ-મમરા આવે છે !
***
પાપડ એક એવી વસ્તુ છે જેનેતમે જ્યાંથી તોડવા માગો છો ત્યાંથી તો હરગિઝ નહીં તૂટે !
***
દુનિયાના ત્રણ સૌથી મોટાં ‘સફેદ જુઠ’
(૧) સેલ્સમેન : ‘મેડમ, આ રંગ તમને ખૂબ જ સૂટ થાય છે !’
(૨) પત્ની : ‘તમે તો સાવ ભોળા છો.’
(૩) પતિ : ‘તું પિયર જાય છે ત્યારે મને જરાય ચેન પડતું નથી.’
***
‘સુખ’ની પરફેક્ટ વ્યાખ્યા એ છે કે તમે ડોક્ટર કે વકીલને ન શોધતા હો… અને પોલીસ તમને ન શોધતી હોય !
***
યુ-ટ્યુબ એવી જગ્યા છે જ્યાં કંપનીઓ જાહેરાત બતાડવા માટે યુ-ટ્યુબને પૈસા આપે છે… પણ ‘યુ-ટ્યુબ’ એ તમારી પાસે પૈસા માગે છે જેથી તમારે એ જાહેરાતો જોવી ના પડે !
***
આપણે લોકો કદી કોઈની ઉપર સહેલાઈથી ભરોસો કરી શકતા નથી… કોઈ ઊંઘતું હોય તેને હલાવીને પૂછી લઈએ છીએ ‘ઊંઘી ગયા કે શું?’
***
પરણેલા પુરુષોની ખરેખર દયા ખાવી જોઈએ… એમણે તો પત્ની આગળ પોતાનો ફોન પણ ‘સાયલન્ટ’ રાખવો પડે છે !
***
દેશમાં બે પ્રકારના જ્યોતિષી છે.
(૧) ‘મારી આગાહી સાચી પડી.’
(૨) ‘મેં તો પહેલાં જ કીધું હતું !’
આ બીજા પ્રકારની સંખ્યા લાખોમાં છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment