જે વાત અંગ્રેજીમાં કહેવાઈ હોય એ જ વાત જ્યારે ગુજરાતીમાં કહેવાતી હોય ત્યારે માત્ર ભાષાંતર નથી થતું, બલ્કે આખો ‘મિજાજ’ બદલાઈ જાય છે ! જુઓ આપણી ભાષાની મજા…
***
અંગ્રેજીમાં : શ્યોર, ઇટ વિલ બી ડન.
ગુજરાતીમાં : તમારું કામ નવ્વાણું ટકા તો થઈ જ જાસે !
***
અંગ્રેજીમાં : વ્હાય કાન્ટ યુ ડુ ઈટ ?
ગુજરાતીમાં : કેમ, તમારા હાથમાં મહેંદી મુકી છે ?
***
અંગ્રેજીમાં : ટ્રાવેલ સેફલી.
ગુજરાતીમાં : સારું મૂરત અને સારાં શુકન જોઈને નીકળજો, હોં !
***
અંગ્રેજીમાં : કમ વોટ, મે !
ગુજરાતીમાં : પડશે એવા દેવાશે !
***
અંગ્રેજીમાં : સમથિંગ વેન્ટ રોંગ.
ગુજરાતીમાં : લાગે છે કે કોઈની નજર લાગી ગઈ !
***
અંગ્રેજીમાં : આર યુ શ્યોર ?
ગુજરાતીમાં : ખા તારી માના સોગંદ !
***
અંગ્રેજીમાં : ઇટ વોઝ અન-એક્સ્પેક્ટેડ !
ગુજરાતીમાં : મેં તો પહેલાં જ કીધું’તું !
***
અંગ્રેજીમાં : વેરી ડિલીશીયસ ફૂડ..
ગુજરાતીમાં : હોટલનું છે, પણ બિલકુલ ઘર જેવું લાગે છે ! (ઘરનું હોય તો ‘હોટલ’ જેવું લાગે છે !)
***
અંગ્રેજીમાં : ઓહ, ઇટ ઇઝ વેરી કોસ્ટલી.
ગુજરાતીમાં : થોડી વારમાં પાછા આવીએ છીએ, તમારી દુકાન કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય છે ?
***
અંગ્રેજીમાં : આર યુ ઇન અ હરી ?
ગુજરાતીમાં : આમ ઘોડે ચડીને આવો તો નો હાલે ને ?
***
અંગ્રેજીમાં : સોરી, આઈ એમ નોટ ફ્રી.
ગુજરાતીમાં : તે કાંઈ તમારા માટે અહીં નવરા બેઠા છીએ ?
***
અંગ્રેજીમાં : સોરી, આઈ કાન્ટ લેન્ડ યુ મની.
ગુજરાતીમાં : અરે યાર… પહેલાં કહેવું હતું ને ? હમણાં સવારે જ એક પાર્ટીને આપી દીધા !
***
અંગ્રેજીમાં : લેટ અસ મીટ સમટાઈમ.
ગુજરાતીમાં :
(અડધો કલાક સુધી રોડ ઉપર ઊભા ઊભા સત્તર જાતની પંચાત કર્યા પછી)
ચલ… પછી ક્યારેક મળીએ… શાંતિથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment