બોલો, એવું કેવું ?

આજની દુનિયામાં આપણે અમુક ચીજો આંખો મીંચીને સ્વીકારી લીધી છે એટલે આપણને સવાલ જ નથી થતો કે… ‘આવું કેવું ?’ જેમકે-

*** 

તમે ૮ જીબીનો નવો મોબાઈલ લઈને આવો છો એને સ્ટાર્ટ. કરો તો એમાં બતાડે છે કે ‘અવેલેબલ સ્પેસ ૬.૫ જીબી…!’

- એવુ કેવું ?

*** 

તમે લેટેસ્ટ મોડલનો એવો મોબાઈલ પસંદ કરો છો જેની જાડાઈ ઈંચના દસમા ભાગથી પણ ઓછી હોય… પણ એની સાથે પાવર બેન્ક લઈને ફરો છો એ તો કદી પાતળી હોતી જ નથી…

- એવુ કેવું ?

*** 

તમે તમારાં બાળકોને ટેડી બેર ગિફ્ટમાં આપો છો, વેલન્ટાઈન વખતે ગર્લફ્રેન્ડને ટેડીબેર ગિફ્ટમા આપો છો અને વિચારો છો કે ટેડી બેર કેટલું ‘ક્યુટ’ છે, નહીં ?

પણ યાર, રિયલ લાઈફમાં રીંછ તો ખુબ જ ખતરનાક, હિંસક અને ક્રૂર હોય છે ! તો પછી પેલુ ટેડી બેર…? ગિફ્ટમાં…?

- એવુ કેવું ?

*** 

તમે નવી ડિઝાઈનનાં એવાં સ્લીપર લઈ આવો છો જેની ઉપર મસ્ત કુદરતી દૃશ્ય છે, અથવા રંગીન ફૂલો છે…

પણ એને પહેરો છો ત્યારે આ બધું પગ નીચે ઢંકાઈ જાય છે ! તો પછી એ ડિઝાઈનો…? એની ફેશન..?

- એવુ કેવું ?

*** 

૧૨૦ કિલોનો જાડીયો માણસ વિમાનમાં ૨૦ કિલોનું લગેજ લઈને આવે તો કંઈ નહીં, પણ ૪૭ કિલોની છોકરી જો ૨૨ કિલોની બેગ લાવે… તો ‘નોટ એલાઉડ’ !

- એવુ કેવું ?

*** 

ડિસ્કો પાર્ટીમાં છોકરાઓ જો બર્મૂડા પહેરીને આવે તો ‘નોટ એલાઉડ’… પણ એ જ પાર્ટીમાં છોકરીઓ સાવ ટુંકી શોર્ટ્સ પહેરીને આવે તો ‘એલાઉડ’ !

- એવુ કેવું ?

*** 
તમે વાસી તેલમાં તળેલા સમોસા, ઉડતી ધૂળથી ખરડાયેલા ભજીયાં, એંઠા હાથ વડે બનેલી પાણીપુરી અને છ દિવસ જુની ગ્રેવી વડે બનેલી પંજાબી સબ્જી ખાઈને...

જ્યારે માંદા પડો છો ત્યારે દવા લેતી વખતે કેમિસ્ટને પૂછો છો કે ‘આની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને ?’

- એવુ કેવું ? ભૈશાબ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments