ત્રણનું ત્રિકાળ જ્ઞાન !

જીવનના ત્રણ તબક્કા હોય છે : બાળપણ, જવાની અને ઘડપણ… ડોક્ટર દવા પણ ત્રણ ટાઈમની લખી આપે છે : સવાર, બપોર અને સાંજ… અને ક્રિકેટમાં સ્ટંપ પણ ત્રણ હોય છે : ઓફ, મિડલ અને લેગ !

હવે વધુ જ્ઞાન ડહોળવાને બદલે અહીં આપેલું ‘ત્રિ-જ્ઞાન’ ગાંઠે બાંધી રાખજો !

*** 

ત્રણ લોકોની વાત પર કદી વિશ્વાસ કરવો નહીં…
- વોટ માંગવા આવતો નેતા
- ફેસબુકમાં આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ 
- અને શેમ્પુની એડમાં આવતી હિરોઈન !

*** 

ત્રણ લોકોથી બને એટલા દૂર રહેવું…
- રોડ ઉપરનો ટ્રાફિક પોલીસ
- લગ્ન પહેલાંની ગર્લફ્રેન્ડ
- અને રૂપિયા પાછા માગનાર મિત્ર !

*** 

ત્રણ વસ્તુઓનું કદી અભિમાન ન કરવું…
- મેકપ વડે બનેલો સુંદર ફેસ
- તેજીમા દળદાર બનેલો પોર્ટફોલિયો
- અને કોપી-પેસ્ટ કરેલી પોસ્ટ ઉપર મળતી લાઈક્સ !

*** 

ત્રણ ચીજો કદી પાછી નથી આવતી.
- ૩૫ પછી ગયેલી જવાની
- ટાઈમસર ઉપડી ગયેલી ટ્રેન
- અને બહાર આવી ગયેલી ફાંદ !

*** 

આ ત્રણની અડફેટમાં ન આવવું…..
- રસ્તા ઉપર દોડી રહેલી ગાય
- સ્કૂટી શીખી રહેલી યુવતી
- અને કામવાળી ઉપર ચીડાયેલી પત્ની !

*** 

ત્રણ ચીજો હંમેશા છુપાવીને રાખવી…
- ઉંમર
- આવક
- અને લફરું !

*** 

ત્રણને કદી સુધારી શકાતાં નથી…
- ફાટી ગયેલું દૂધ
- બગડી ગયેલી કેરી
- અને પત્નીનો સ્વભાવ !

*** 

ત્રણ વાતોનો કદી ભરોસો ના થાય…
- ઇન્સ્ટાગ્રામનો લવ
- વોટ્સએપનું જ્ઞાન
- અને ફેસબુકના ગુજરાતી ફિલ્મોના રિવ્યુ !

*** 

બાકી આ ત્રણ ચીજો સમયસર આવે તો જ કામની…
- સવારનું છાપું
- નળમાં પાણી
- અને જુવાનીમાં પૈસો !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment