જંગ... પાકિસ્તાની સોશિયલ મીડિયામાં !

લો, આખરે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થઈ જ ગયું ! ભારતમાં તો પાકિસ્તાની સોશિયલ મિડીયાનાં સેંકડો એકાઉન્ટ બંધ કરવામાં આવ્યાં છે, પરંતુ બિચારી પાકિસ્તાની પ્રજાના મોં થોડાં બંધ કરી શકાય છે ?

જુઓ, ત્યાંના સોશિયલ મિડીયામાં શું શું લખાઈ રહ્યું છે..

*** 

એક ભાઈ લખે છે :
‘મેરા પડોસી શુરુ શુરુ મેં કહેતા થા, ‘યાર, જંગ જૈસા કુછ લગ નહીં રહા હૈ…’ વો આજ ભી વહી બાત બોલ રહા હૈ મગર ટોઈલેટ મેં ઘૂસકર !’

*** 

બીજા એક જનાબ લખે છે :
‘અબ તો હમ હિન્દુસ્તાન કા વો હાલ કરેંગે… જો હમ ને હમારા ખુદ કા કર રખ્ખા હૈ !’

*** 

ત્રીજા એક ચાચા ધીરજ બંધાવે છે :
‘તુમ દેખતે જાઓ, હમારી મદદ કો બહોત સારે દેશ આંયેગે… ક્યું કિ હમને ઉન સે ઇતના ઉધાર લે રખ્ખા હૈ કિ વો હમેં ખતમ નહીં હોને દેંગે !’

*** 

ચોથા એક રાજકીય એક્સ્પર્ટે આગાહી કરી છે :
‘અબ તો જો બકરા-ઈદ આ રહી હૈ ઉસ મેં શાહબાજ શરીફ હી કટનેવાલા હૈ !’

*** 

મુલતાન શહેરના ભાઈજાન લખે છે :
‘યાર, મુલતાન પર બમ મત ડાલના, યહાં ઓલરેડી બહોત ગર્મી પડ રહી હૈ !’

*** 

એક મહોતરમા (મહિલા) કહે છે :
‘ફિકર મત કરો… પાકિસ્તાની મર્દ સિર્ફ અપની બીવીયોં સે ડરતે હૈં… ઔર કિસી સે નહીં !’

*** 

એક ક્રિકેટપ્રેમીનો સવાલ છે :
‘અગર બારિશ હો ગઈ તો દોનોં કો એક એક પોઈન્ટ મિલ જાયેંગે ના ?’

*** 

એક ભાઈ બહુ ગુસ્સામાં છે :
‘ભાઈસા’બ, પાની નહીં, ઇન્ટરનેટ ભી બંધ કરો… ક્યા ક્યા દેખના પડ રહા હૈ !’

*** 

અને એક નાગરિક ડાઉટમાં છે :
‘બીજલી તો વૈસી ભી નહીં હોતી… તો અબ બતાયેં, ‘બ્લેક-આઉટ’ કૈસે કરના હૈ ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments