અંગ્રેજીની બગલઘોડી જેવું ગુજરાતી !

અંગ્રેજી ભાષાના અમુક શબ્દો આપણા ગુજરાતીઓ કંઇક અજીબ રીતે જ વાપરે છે ! જુઓ નમૂના…

*** 

અંગ્રેજી : સપોઝ
ગુજરાતી : સપોઝ કે માની લે…

અંગ્રેજી : જસ્ટ
ગુજરાતી : જસ્ટ હમણાં જ !

અંગ્રેજી : બેકગ્રાઉન્ડ 
ગુજરાતી : પાછળના બેકગ્રાઉન્ડમાં !

અંગ્રેજી : રિપીટ પ્લીઝ
ગુજરાતી : ફરીથી રિપીટ કર તો ?

અંગ્રેજી : મોર્નિંગ વોક
ગુજરાતી : સવારે સવારે મોર્નિંગ વોક

અંગ્રેજી : લંચ, ડિનર
ગુજરાતી : બપોરનું લંચ ને રાતનું ડિનર !

અંગ્રેજી : કેચ ઈટ
ગુજરાતી : કેચ પકડ !

અંગ્રેજી : ઇટ, ડ્રીંક, રીડ
ગુજરાતી : ઇટ કર.. ડ્રીંક કર… રીડ કર !
(આવું મમ્મીઓ બોલે છે.)

અંગ્રેજી : ઇન્ટિરીયર
ગુજરાતી : અંદરનું ઇન્ટિરીયર

અંગ્રેજી : ઈન્સાઈડ સ્ટોરી
ગુજરાતી : એની અંદરની ઇન્સાઈડ સ્ટોરી !

અંગ્રેજી : જેન્ટલમેન
ગુજરાતી : જેન્ટલમેન માણસ !

અંગ્રેજી : ટિચર
ગુજરાતી : ટિચર મેડમ !

અંગ્રેજી : એપ્રોક્સિમેટલી
ગુજરાતી : લગભગ રફલી એપ્રોક્સ !

અંગ્રેજી : ટેક લેફ્ટ ટર્ન
ગુજરાતી : ડાબી બાજુ લેફ્ટ ટર્ન મારજો !

અંગ્રેજી : મેક અ સર્કલ
ગુજરાતી : ગોળ સર્કલ બનાવો !

અંગ્રેજી : સ્લો ડાઉન 
ગુજરાતી : ધીમે ધીમે સ્લો કર !

અંગ્રેજી : વ્હાઈલ રિટર્નીંગ
ગુજરાતી : રિટર્નમાં પાછા આવતાં !

અંગ્રેજી : એક્ચ્યુઅલી
ગુજરાતી : ખરેખર એક્ચ્યુઅલમાં હોં !

અંગ્રેજી : હેડેક
ગુજરાતી : માથામાં હેડેક

અંગ્રેજી : બ્લડ રિપોર્ટ
ગુજરાતી : લોહીનો બ્લડ રિપોર્ટ

અંગ્રેજી : ટાઈટ
ગુજરાતી : સખ્ખત ટાઈટ છે !

અંગ્રેજી : લૂઝ
ગુજરાતી : લૂઝ ફીટીંગ રાખજો !

***

જોકે આ બધાનું સાટું વળી જાય એવું ગુજરાતી આ છે :

અંગ્રેજી : કુડ યુ પ્લીઝ રિપીટ વોટ યુ જસ્ટ સેઈડ ?
ગુજરાતી : હેં ??

***

- મન્નુ શેખચલ્લી

Comments