પહેલગામ પછીના ફિલ્મી ગાયનો !

હિન્દી ફિલ્મના ગાયનોની મજા એ છે કે તે કોઈપણ સિચ્યુએશનમાં ફીટ થઈ જાય છે ! દાખલા તરીકે…

*** 

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારત ૨૪ થી ૩૬ કલાકમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે…

ગાયન : ‘સુહાની રાત ઢલ ચૂકી… ના જાને તુમ કબ આઓગે?’

*** 

પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો અને અસીમ મુનિરનું ફેમિલી રાતોરાત દેશ છોડીને વિદેશોમાં ભાગી ગયું છે…

ગાયન : (પાકિસ્તાનની ભોળી પ્રજા ગાય છે) ‘ઓ રાત કે મુસાફિર, ચંદા જરા બતા દે… મેરા કસૂર ક્યા હૈ ? તૂ ફૈસલા સૂના દે…’

*** 

પહેલગામ હુમલા પછી વિશ્વના ૫૬ ઇસ્લામિક દેશોમાંથી માત્ર તુર્કિયેએ પાકિસ્તાનને સપોર્ટ કતકું નિવેદન આપ્યું છે. (બાંગ્લાદેશ પણ નહીં.)

ગાયન : ‘દુશ્મન ન કરે દોસ્તોં ને વો કામ કિયા હૈ, ઉમ્રભર કા ગમ હમેં ઇનામ દિયા હૈ…’

*** 

પાકિસ્તાનના વઝિરીસ્તાનમાં જ્યારે એક બિલ્ડીંગમાં ‘શાંતિ સમિતિ’ની બેઠક ચાલી રહી હતી ત્યારે જ થયેલા બોમ્બ ધડાકામાં અડધી ઇમારત ઊડી ગઈ !

ગાયન : ‘ઇસ રોગ કા નહીં હૈ, ઇલાજ દુનિયા મૈં ઔર કોઈ… તો ગાઓ.. ઓમ શાંતિ ઓમ ! ઓમ શાંતિ ઓમ… શાંતિ શાંતિ ઓમ !’

*** 

ઓવૈસી અને ઓમાર અબ્દુલ્લા અચાનક ભારતની વફાદારી અને પાકિસ્તાનની તીખી ટીકા કરાતં નિવેદનો વડે હીરો બની ગયા છે…

ગાયન : ‘લાખ છુપાઓ, છૂપ ન સકેગા, રાઝ ઇતના ગહરા… દિલ કી બાત બતા દેતા હૈ અસલી નકલી ચહેરા !’

*** 

પાકિસ્તાનની મહિલા સાંસદ કહે છે કે બાબરીની પહેલી ઈંટ પાકિસ્તાની સિપાહી મુકશે ! અને પહેલી અજાન આસિમ મુનિર પોકારશે !

ગાયન : ‘સપને, સપને… કબ હુએ અપને ? આંખ ખૂલી તો તૂટ ગયે ! અંધિયારે કે હૈં યે મોતી, ભોર ભઈ તો ફૂટ ગયે…’

*** 

આ બાજુ ભારતમાં અમુક લોકો માને છે કે આરપારનું યુદ્ધ ન કરવું જોઈએ. તો અમુક લોકો ઇચ્છે છે કે પાકિસ્તાનને પતાવી જ દો…

ગાયન : ‘નહીં નહીં… અભી નહીં… અભી કરો ઇન્તજાર…’ ‘નહીં નહીં… કભી નહીં… મૈં હું બેકરાર !’

***

- મન્નુ શેખચલ્લી

Comments