કહેવાય છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’… પરંતુ ભૂલમાં પણ અલગ અલગ લેવલ હોય છે ! સમજી લો…
***
ભૂલ…
ગર્લફ્રેન્ડની બર્થ-ડે ભૂલી જવી.
મોટી ભૂલ…
ત્રણ દિવસ પછી પૂછવું કે ‘આજકાલમાં તારી બર્થ-ડે આવવાની હતી એનું શું થયું ?’
બહુ મોટી ભૂલ…
છ દિવસ પછી એને ગિફ્ટમાં ‘કેલેન્ડર’ આપવું !
***
ભૂલ…
પત્ની સાથે શોપિંગમાં જવું.
મોટી ભૂલ…
શોપિંગ વખતે કોઈ ચીજ વિશે પત્ની પૂછે તો ‘સાચો ઓપિનીયન’ આપવો.
બહુ મોટી ભૂલ…
શોપિંગમાં પત્ની જે ડ્રેસ ખરીદ્યો હોય તે પહેરીને પૂછે કે, ‘આમાં હુ કેવી લાગું છું ?’ ત્યારે પણ ‘સાચો ઓપિનીયન’ આપવો !
***
ભૂલ…
મોલમાં કોઈ સુંદર સ્ત્રી સાથે અથડાઈ પડવું.
મોટી ભૂલ…
પત્ની દૂરથી જોતી હોય છતાં એ સુંદર સ્ત્રીની પડી ગયેલી શોપિંગ બેગો ઉપાડીને તેના હાથમાં આપતાં સ્માઈલ કરવું.
બહુ મોટી ભૂલ…
પત્ની પૂછે કે ‘એ કોણ હતી ?’ ત્યારે કહેવું કે ‘યાદ નથી આવતું… હમણાં સુધી તો એનું નામ તો યાદ હતું !’
***
ભૂલ…
વોટ આપવો.
મોટી ભૂલ…
જીતનાર નેતા પાસે કંઈક સુધારો થવાની આશા રાખવી.
બહુ મોટી ભૂલ…
એ જ નેતાને ફરીથી વોટ આપવો !
***
ભૂલ…
પાકિસ્તાન સાથે દોસ્તી રાખવી.
મોટી ભૂલ…
એ દોસ્ત ઉપર ભરોસો રાખવો…
બહુ મોટી ભૂલ…
એની સાથે યુદ્ધ કર્યા પછી યુદ્ધવિરામ કરવો… અને એ પછી પણ ‘યુદ્ધવિરામ’ ઉપર ભરોસો મુકવો ! હદ છે ને…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment