આજકાલ ટ્રમ્પના ઉટપટાંગ વર્તનને લીધે દુનિયામાં જે સ્થિતિ ઊભી થઈ છે. એમાં અમને તો સીધેસીધાં હિન્દી ફિલ્મોનાં કોમેડી સીનો જ દેખાય છે ! જુઓ…
***
(ચીને ૧૪૫ ટકા ટેરીફ નાંખી ! સામે ટ્રમ્પે ૨૪૫ ટકા ટેરીફ નાંખી ! યાર, યે ચલ ક્યા રહા હૈ ?)
હકીકતમાં ‘હંગામા’ ફિલ્મનો આ સીન ચાલી રહ્યો છે…
અક્ષયખન્ના : તુ ક્યા કર લેગા ?
આફતાબ શિવદાસાની : તૂ ક્યા કર લેગા, યે બોલના ?
અક્ષય : તૂ હાથ લગા કે તો દિખા !
આફતાબ : તૂ હાથ લગા કે દિખા ના ?
અક્ષય : ચલ ચલ નિકલ ઇધર સે !
આફતાબ : તૂ નિકલ ના ઈધર સે ?
***
(ટ્રમ્પે ભારત ઉપર ૨૭ ટકા ટેરીફ ઝીંકી દીધી ! પછી ૯૦ દિવસ માટે મોફૂક પણ રાખી !)
આમ જુવો તો આ ‘શોલે’નો સીન છે –
ગબ્બર : અબ તેરા ક્યા હોગા કાલિયા ?
કાલિયા : સરદાર, મૈં ને આપકા નમક ખાયા હૈ.
ગબ્બર : તો અબ ગોલી ખા !
(અહીં ઉમેરી શકાય ‘કડવી યા મીઠી?’)
***
(ટ્રમ્પે ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસમાં બોલાવીને તતડાવી નાંખ્યા ! ઝેલેન્સ્કી ટણીમાં ત્યાંથી નીકકળી ગયા ! પછી યુરોપના દેશોએ ઝેલેન્સ્કીનું ઉપરાણું લીધું…)
આ સીન ‘ફિર હેરાફેરી’નો છે. જુઓ…
ગેંગસ્ટર : દસ લાત દે ! દસ લાત દે !
પરેશ રાવલ : એ, મુંહ મેં સે ગોટી નિકાલ કર બાત કર !
ગેંગસ્ટર : દસ લાત ! દસ લાત દે !
પરેશ રાવલ : યે તો સાલા તોતલા લગતા હૈ રે ?
ગેંગસ્ટર : મેલે કો તોતલા બોલા ? તાત દાલુંગા ! તાત દાલુંગા !!
અક્ષયકુમાર : નહીં નહીં, હમારા બાબુરાવ હી તોતલા હૈ !
સુનીલ શેટ્ટી : હાં મૈં ને ભી દેખા હૈ… ઇસ કા બાપ ભી બચપન સે તોતલા થા…
***
(આખી વાતમાં રશિયા અને નોર્થ કોરિયા પર કોઈ નવી ટેરીફ જ નથી !)
આ સીન પણ ‘ફિર હેરાફેરી’નો છે…
જ્હોની લિવર અને સુરેશ મેનન માલ ચોરી લાવ્યા પછી ટપોરીઓ સાથે નાચી રહ્યા છે.
‘બેલીચી નાગિન નિઘાલી,
મુન્નાવે જોડાયા લાગલા…
અબી મજા આયેગા ના બીડુઉઉ !’
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment