કેટલી જાતના 'હેં' ?



એક બહુ જાણીતી જોક છે :

અંગ્રેજીમાં : ‘એકસ્ક્યુઝ મિ. કુડ યુ પ્લીઝ રીપીટ વોટ યુ સેઇડ જસ્ટ નાવ ?’
ગુજરાતીમાં : ‘હેં ?’

આ એકાક્ષરી શબ્દમાં સાહિત્યકારો કહે છે તેમ, કેટલી બધી ‘અર્થછાયાઓ’ છે ! અને ફિલ્મના વિવેચકો કહે છે તેમ, એમાં કેટલા બધા ‘લેયર્સ’ છે ! જુઓ…

***

(૧) આનંદ સાથે આશ્ચર્ય :
‘સાંભળો તમને લાખ રૂપિયાની લોટરી લાગી છે !’
‘હેં ?’

*** 

(૨) આઘાત સાથે આશ્ચર્ય :
‘તમારા કાકાને એક્સિડન્ટ થઈ ગયો !’
‘હેં ?’

*** 

(3) નાના આઘાત સાથે આશ્ચર્ય :
‘ઓ ભઈ, તમારા પાયજામાનું નાડું લબડે છે !’
‘હેં ?’

*** 

(૪) અપમાન સાથે આશ્ચર્ય :
‘ઓ મિસ્ટર, દેખાતું નથી ? આ લેડિઝ ટોઇલેટ છે !’
‘હેં ?’

*** 

(૫) ગુસ્સા સાથે આશ્ચર્ય :
‘તમારી એક ચાના દોઢસો રૂપિયા થયા.’
‘હેં ?’

*** 

(૬) નિસહાયતા સાથે આશ્ચર્ય :
‘આપના બેન્ક ખાતામાંથી ત્રણ વાર ૮૦.૯૫૧ રૂપિયા કપાઈ ગયા છે’ (મેસેજ)
‘હેં ?’

*** 

(૭) અજાણ્યા હોવાનું આશ્ચર્ય :
‘આ તમારા ફોનમાં જેના દસ-દસ મિસ-કોલ છે તે મીનાક્ષી કોણ છે ?’
‘હેં ?’

*** 

(૮) બાઘાઈની કબૂલાત સાથે આશ્ચર્ય :
‘ચાર સીટી પછી મેં તમને ગેસ બંધ કરવાનું નહોતું કહ્યું ?’
‘હેં ?’

*** 

(૯) બહેરાપણાનું આશ્ચર્ય :
‘યાર, મોટેથી બોલોને ? સંભળાતું નથી !’
‘હેં ?’

*** 

(૧૦) સગવડભરી બહેરાશનું આશ્ચર્ય :
‘મારા દસ હજાર રૂપિયા તું પાછા ક્યારે આપવાનો છે ?’
‘હેં ?’

*** 

અને (૧૧) સહમતિ માટેની રિક્વેસ્ટ :
‘હું કંઈ ખોટું કહું છું, હેં ? કેમ બોલ્યા નહીં, હેં ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments