હજી ૩૦-૪૦ વરસ પહેલાં આપણે ત્યાં જે ગુજરાતી બોલાતું હતું તેના ચાર જ પ્રકાર હતા : કાઠીયાવાડી, મહેસાણી, સુરતી અને અમદાવાદી !
હવે આપણી પાસે નવી વરાયટીઓ છે !
***
ઇંગ્લીશ ગુજરાતી :
‘યુ સી કોઈ બી સિચ્યુએશનમાં પ્રોપરલી અંડરસ્ટેન્ડ થાય એવું ગુજરાતી સ્પિકીંગ હવે ઇમ્પોસિબલ છે. બિકોઝ આજે જે પિપલ ઇંગ્લીશમાં બોલે એનું સ્ટેટસ હાયર છે એમ બિલીવ કરે છે !’
***
હિન્દી ગુજરાતી :
‘મારી સહેલીને પ્યારમાં ધોકો મલ્યો એટલે એના દિલમાં એવું જ્યાસ્તી દર્દ ઉભરી આયું કે જૂનૂનમાં આઈને એણે દિવારમાં સર ટકરાઈ દીધું… અને ખૂન નિકાડી દીધું !’
***
મુંબઈયા ગુજરાતી :
‘ચ્યાઈલા, સુ ભંકસબાજી છે રે ? હલ્કી સરખી ઉંગલી કરી એમાં ભડકી ગયો, ને હવે રાડો કરે છે ! આમાં ઇજ્જતનો ફાલુદો થસે અને અખ્ખા ખાનદાનની વાટ લાગસે તે અલગથી !’
***
છાપાંળવું ગુજરાતી :
‘અમોએ ગુજરાતી મિડીયમમાં અભ્યાસ કરેલ હોઈ નોકરી માટેની અરજીમાં ગુજરાતી ભાષા જ લખેલ. પરંતુ પસંદગીકર્તાને ગુજરાતી વાંચતાં આવડેલ નહીં, તેથી અમોને ફેલ કરેલ, અમોએ ઘટનાસ્થળે ધરણાં તેમજ દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કરેલ પરંતુ વળતી કામગિરીમાં પોલીસે અમો ઉપર લાઠીચાર્જ કરેલ.’
***
ન્યુઝ-ચેનલિયું ગુજરાતી :
‘નેતાગિરી પર લાગ્યું સવાલિયા નિશાન…’ ‘રાહુલજી જામીને વરસ્યા મોદી ઉપર…’ ‘ભાજપે આપ્યો કરારો જવાબ…’ ‘મંત્રીમંડલમાં ઉલટફેરનો સિલસિલો…’ ‘ટ્રમ્પનો પલટવાર…’ ‘વિપક્ષની લલકાર…’ ‘સરકારનો બંટાધાર…’
***
ઇન્ટેલેક્ચ્યુઅલ ગુજરાતી :
એઝ એન અન-બાયસ્ડ પરસન આઈ કેન સે ધેટ આજકાલ મિડીયામાં નેરેટિવ અને કાઉન્ટર નેરેટિવ એવાં પોલરાઈઝ્ડ છે કે તમે અન-વોન્ટેડ લેબલિંગની ઇકો-સિસ્ટમથી એસ્કેપ થઈ શકતા નથી… ઇટ્સ સો ફ્રસ્ટ્રેટિંગ !
(આ છેલ્લા નમૂમાં ૩૦માંથી ૨૨ શબ્દો અંગ્રેજી છે, બોલો.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment