રણવીર અલ્હાબાદીયા નામના યુ-ટ્યુબરે જે અભદ્ર કોમેન્ટ કરી છે એના પડઘા તો છેક સંસદમાં પડ્યા છે ! પરંતુ હલો, ફેસબુકમાં એની કેવી ચર્ચા ચાલી રહી છે ? એક નમૂનો…
***
- પેલા રણવીરીયાએ જે ગંદી કોમેન્ટ કરી છે એના માટે સાલાને જેલમાં જ ખોસી દેવો જોઈએ.
- હા, પણ એણે એક્ઝેક્ટલી શું કહ્યું ?
- એ જ તો ટીવીમાં બતાડતા નથી ! યાર, આ દેશમાં ‘માહિતી’ છૂપાવવામાં આવે છે !
- હા યાર, મેં તો એના શોના આગળના એપિસોડ જોવાની શરૂઆત કરેલી ! પણ બધા ડિલીટ થઈ ગયા ! માત્ર માહિતી નહી, ‘મનોરંજન’ પણ છૂપાવવામાં આવે છે.
- તમને લોકોને આવા બધામા જ રસ છે ? છીછીછી…
- આ રણવીર અલ્હાબાદીયાનું મોદીજીએ સન્માન કરેલું ! સાલો, નમકહરામ, નાલાયક, બેશરમ, (ગાળ) (ગાળ) (ગાળ)…
- એક મિનિટ, આને અભદ્ર ટિપ્પણી ના કહેવાય ? સોશિયલ મિડીયામાં ગાળો સામે સેન્સરશીપ કેમ નથી ?
- ‘ગાળ તો પુરુષનું મેન્સિસ છે’ એવું એક ગુજરાતી લેખકે કહ્યું છે.
- પુરુષનું મેન્સિસ ? આખો વિચાર જ કેટલો અભદ્ર છે ! એ લેખકને પણ જેલમાં નાખો.
- મિત્ર, એ લેખક મરી ગયા છે.
- તો શું થયું ? એમના પૂતળાં ઉપર જુતાં મારો !
- ચર્ચા કઈ દિશામાં જઈ રહી છે ? આપણે અલ્હાબાદિયાની વાત કરતા હતા.
- એની સરનેમ બદલીને ‘પ્રયાગરાજીયા’ કરી નાંખો ! સીધો થઈ જશે.
- અરે, ભાજપમાં પ્રવેશ જ કરાવી દો ને ? બધાં પાપ ધોવાઈ જશે !
- મિત્ર, પાપ નેતાઓનાં જ ધોવાઈ શકે છે. ઇન્ફ્લુએન્સરોનાં નહીં.
- હું શું કહું છું, કોઈની જોડે એ શોના જુના એપિસોડો છે ? આપડે જોવા છે. બે ઘડી ગમ્મત…
- છીછીછી… લોકોના ટેસ્ટ કેવા થઈ ગયા છે ?
- કેમ, આપણે એવું જોઈશું તો શું લોકસભામાં ઉધડો લેશે ?
- એક મિનિટ, લોકસભામાં કેટલા સાંસદો બળાત્કારના આરોપી છે ? એમાંથી ભાજપના કેટલા છે ?
- હીહીહી…
- ઓ મિત્ર, એક વાત સમજી લો. આ દેશ માટે અભદ્ર ‘કર્મો’ કરનારા કરતાં અભદ્ર ‘કોમેન્ટ’ કરનારા જ વધારે જોખમી છે. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment