વેલેન્ટાઈન ડેના ઑડ કપલ્સ !

દંતકથા એવી છે કે વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી સંત ભાગેડુ પ્રેમીઓનાં લગ્ન કરાવી આપતા હતા. એમના નામે શરૂ થયેલા આ તહેવારમાં આજે એવાં ઓકવર્ડ કપલને યાદ કરવાં જોઈએ કે… 'હવે શું કહેવું, આમને ?' દાખલા તરીકે –

*** 

બોલીવૂડ એકટ્રેસ જેક્વેલિન ફર્નાન્ડીસ અને કરોડોનો કરુબાજ જેલવાસી કે. સુકેશ !

બિચારા સુકેશે કેટલી મહેનત, ચાલાકી અને અક્કલથી જે દોલત ભેગી કરી ? એમાંથી જેક્વેલિને કેવી ઉસ્તાદીથી કરોડોની ગિફ્ટો ખેંચી લીધી ?... બિચારો સુકેશ !

*** 

બીજા નંબરે સિનિયર કપલ શ્રી બચ્ચન સાહેબ અને શ્રીમતી જયા બચ્ચન મેડમ !

યાર, તમે મને યાદ કરીને કહો, આ બે જણાંને તમા સાથે ઊભા રહીને એકબીજા સામે તો છોડો, કેમેરામાં પણ સારું સ્માઈલ આપતાં ક્યારે જોયાં હતાં ?... બિચ્ચારા બચ્ચન સાહેબ !

*** 

ત્રીજા નંબરે ભારતના મોદી સાહેબ અને ઇટાલીનાં  મેલોની મેડમ !

આમાં તો સોશિયલ મિડીયાવાળા જ લઈ મંડ્યા છે ! એમણે બે-ચાર સેલ્ફીઓ શું લીધી, હજી મિમ્સના ઘોડાપૂર ચાલુ છે ! કહે છે કે શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો એમાં તો મેલોનીજી રીસાઈ ગયેલાં ! 

અને લેટેસ્ટ એવું છે કે મેલોની મેડમ ફોન કરીને પૂછે છે ‘ભૈશાબ, છેક ફ્રાન્સ સુધી આવ્યા, તો એક આંટો ઇટાલીમાં મારી જવો હતો ને ? હવે બોલો, ગિફ્ટમાં શું મોકલ્યું છે ?’

*** 

ચોથા નંબરે મોસ્ટ લકી ઓડ-કપલ અનંત અંબાણી અને રાધિકા છે.

અડધો ડઝન ડિઝાઈનર પ્રિ-વેડીંગ, અડધો ડઝન ડિઝાઈનર વેડીંગ પછી યાર, એક મહાકુંભમાં ‘ડિઝાઈનર-ડૂબકી’ તો કરાવવી હતી ? નીતાભાભી તક ચૂકી ગયાં…

*** 

પાંચમાં નંબરે ફરી એકવાર બચ્ચન પરિવાર છે… અભિષેક અને ઐશ્ર્વર્યા !

એમના ઘરમાં શું રંધાઈ રહ્યું છે એ ન તો એમનો રસોઈયો આપણને જણાવી રહ્યો છે કે ન તો આપણે આરટીઆઈ કરીને માહિતી માગી શકીએ છીએ !

*** 

અને છેલ્લે… શશી થરૂર સાહેબ !
ડઝનબંધ સુંદરીઓ સાથેના અનેક ફોટા જોયા છતાં હજી એ આપણને કહેતા નથી કે ‘આ વખતે’ એમની વ્હાલી વેલેન્ટાઈન કોણ છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments