દુબઈમાં પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યા પછી ભારતમાં જેટલી ખુશી છે એટલો જ ગુસ્સો પાકિસ્તાનમાં છે ! એમના ગુસ્સાને જ અમે હાસ્યમાં ઢાળીને એમના ઘા ઉપર ચોપડાવા મોકલી રહ્યા છીએ…
***
કલ્લુમિયાં : ‘અમાં બેઇજ્જતી કી ભી હદ હોતી હૈ…’
લલ્લુમિયાં : ‘વો કૈસે ?’
કલ્લુમિંયા : ‘હમ ટુર્નામેન્ટ કે મેઝબાન (આયોજક) હૈ, ઔર હારને કે લિયે હમેં હી વિદેશ જાના પડ રહા હૈ !’
***
લલ્લુમિયાં : ‘મગર એક રેકોર્ડ તો હમને બના હી લિયા !’
કલ્લુમિયાં : ‘કૌન સા રેકોર્ડ ?’
લલ્લુમિયાં : ’૨૦ ઓવર મેં ૮૦ ડોટ બોલ ! મતલબ ઇન્ડિયા કે ફિલ્ડરોં કો હમને હિલને ભી નહી દિયા ! ક્યા પક્કડ થી ! વાહ !’
***
ભૂતકાળના સમાચાર : ‘ભારતનો ઝંડો પાકિસ્તાનના સ્ટેડિયમમાં ના લહેરાવવો પડે એ માટે પાક. ક્રિકેટ બોર્ડે કર્યાં નાટક.’
ભવિષ્યના સમાચાર : ‘ભારતનો ઝંડો લહેરાવવા માટે પાક. ક્રિકેટ બોર્ડ છેક દૂબઈમાં !’
***
મેચ પહેલાં કોમેન્ટેટરો : ‘કાંટે કી ટક્કર… કાંટે કી ટક્કર…’
મેચ પછી હકીકત : ‘એક તરફ કાંટો હતો અને બીજી તરફ હવા ભરેલો ફૂગ્ગો હતો !’
***
મેચ પહેલાં પાકિસ્તાનની ગણતરી :
‘જો પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે, બાંગ્લાદેશ ન્યુઝિલેન્ડ સામે જીતે અને ન્યુઝિલેન્ડ ભારત સામે જીતે… તો બોસ પાકિસ્તાનના ચાન્સ ખરા !’
મેચ પછી :
‘દૂબઈમાં ભૂકંપ આવે… રાતોરાત કોરોના ફાટી નીકળે… ત્રીજી વર્લ્ડ વોર ચાલુ થઈ જાય… તો યાર, આપણી ઇજ્જત બચવાના ચાન્સ ખરા, હોં !’
***
એક સમચાર : ‘પાક. ક્રિકેટ બોર્ડ હવે નવા બિઝનેસમા ઝંપલાવશે… એ હવે હજારો ‘અન-બ્રેકેબલ ટીવી’ બનાવશે !’
***
જોકે એક વાત નક્કી લાગે છે… યજમાન પાકિસ્તાન છે, પણ ફાઈનલ હવે દૂબઈમાં રમાશે ! આવું ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બનશે, બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment