નવી જનરેશનની વ્યાખ્યાઓ !

ઓલ્ડ જનરેશન માટે ઇઝરાયેલ હિઝબોલ્લા ઉપર હૂમલો કરે એ ન્યુઝ છે. પણ યંગ જનરેશન માટે ‘કોલ્ડપ્લે’ની ટિકીટ માટે મારામારી થઈ જાય એ ન્યુઝ છે !

એટલે જ યંગ-જનરેશનની વ્યાખ્યાઓ અલગ હોય છે ! વડીલો, સમજી લો…

*** 

પપ્પા = રૂપિયાનું એટીએમ
મમ્મી = પોકેટમનીનો શોર્ટ-કટ

કોલેજ = ૫૦ હજારથી દોઢ લાખમાં મળતું જલસા કરવાનું વાર્ષિક-પેકેજ
બારમું = એ જલસા પેકેજ મેળવવા માટેનો એલિજિબીલીટી ટેસ્ટ

*** 

ફ્રેન્ડઝ = જલસા પેકેજના ગ્રુપ પાર્ટનરો
ગર્લફ્રેન્ડ = સ્ટેટસ / સિમ્બોલ
બોયફ્રેન્ડ = કોલેજ લાઈફનું એટીએમ

*** 

પ્રોફેસરો = કાર્ટુન નેટવર્ક
કેન્ટિન = સ્ટુડન્ટ્સનો સેમિનાર હોલ
લાયબ્રેરી = પ્રતિબંધિત વિસ્તાર

*** 

ગુગલ = કોલેજના સબમિશન માટેનું કોપી-પેસ્ટ સોલ્યુશન
ચેટજીપીટી = થિસીસ માટેનું કોપી-પેસ્ટ
એઆઈ = આજની મજા, આવતીકાલની મુસીબત

*** 

મોબાઈલ = આપણાં આંખ, કાન, હાર્ટ, ફેફસાં અને જીવ
લેપટોપ = મુવીઝ અને વેબસિરીઝ જોવાની પર્સનલ ડિવાઈસ
ફેસબુક = જાહેર પંચાતનો મોડર્ન ઓટલો
સ્નેપચેટ = ખાનગી પંચાતનો ગમતો ખૂણો
ઇન્સ્ટાગ્રામ = પોતપોતાનાં શો-કેસ

*** 

લવ = સેક્સ, ધોકા યા ટાઇમપાસ
બ્રેકઅપ = નવા ચોઈસ માટે ઓપ્શન
પેચઅપ = જુનો ચોઈસ ‘ડિફોલ્ટ’ છે

એક્સ ગર્લફ્રેન્ડ = ડિલીટ કરવા છતાં રહી જતો વાયરસ

એક્સ બોયફ્રેન્ડ = બ્લોક કરવા છતાં ક્યાંક સેવ કરી રાખેલું ફોલ્ડર

*** 

ઇન્ટરવ્યુ = કોણીએ ગોળ
પહેલી જોબ = હોરર મૂવી
બીજી જોબ = અસલી ઔકાત
સેલેરી વધારો = ગધેડા સામે લટકતું ગાજર

*** 

મેરેજ = પચ્ચીસ લાખનું વિડીયો ફંકશન
મેરેજ પછી = પચ્ચીસ લાખની લોનોના હપ્તા

*** 

એમ્બિશન, ગોલ, લાઈફ-ડ્રીમ, 
પેશન, સકસેસ, પાવર, પોઝિશન = 

...એ બધું મોટિવેશન સ્પીચમાં સાંભળ્યા પછી જોવા મળતી વાસ્તવિક્તાનું બાષ્પીભવન !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment