દિલ્હી પ્રદૂષણ... રિટર્ન્સ !

લો, હજી દિલ્હીના લોકોએ ફટાફડા ફોડવાના શરૂ પણ નથી કર્યાં ત્યાં તો દિલ્હીમાં પ્રદૂષણ વધી ગયું !

કેજરીવાલના ફોટા સાથે સોશિયલ મિડીયામાં એક શાયરી ફરી રહી છે કે : ‘ઉમ્ર ભર ગાલિબ યહી ગલતી કરતા રહા, ધૂંઆ પરાળી સે થા, ઔર પટાખે બંધ કરતા રહા !’

*** 

બીજો એક મેસેજ પણ જોરદાર છે... ‘છેલ્લા પોણા ત્રણ વરસથી યુક્રેનમાં બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. એક વરસથી ગાઝામાં બોમ્બમારો ચાલુ છે... પણ પ્રદૂષણ તો વધે છે દિવાળીના ફટાકડાને લીધે જ !’ બોલો.

*** 

તમે એક વાત માર્ક કરી છે ? આ અગાઉ દિલ્હીમાં ભાજપ સરકાર હતી. એ પહેલાં શીલા દિક્ષીત મુખ્ય પ્રધાન હતાં ત્યારે નહીં... પણ દિલ્હીનું પ્રદૂષણ કેજરીવાલના આવ્યા પછી જ કેમ આટલું બધું વધી ગયું છે ?

*** 

દલીલ સાવ ખોટી પણ નથી. તમે ક્રોનોલોજી જુઓ... કેજરીવાલ જેલમાં હતા ત્યાં સુધી દિલ્હીની હવા બરોબર હતી પણ જેલમાંથી છૂટ્યા પછી જ પ્રદૂષણ વધી ગયું છે !

*** 

જો કેજરીવાલ લેબનોનના વડાપ્રધાન હોત તો ?

લેબનોનની સરકારે જાહેર સૂચના બહાર પાડી હોત કે ‘દેશ છોડીને સિરીયા બાજુ જતા લોકો ખાસ ધ્યાન આપે... એકી નંબરના વાહનોને એકી તારીખે જ બોર્ડર પાર થવા દેવાશે ! એ જ રીતે બેકી નંબરના વાહનો બેકી નંબરની તારીખે જ બોર્ડર પાર કરી શકશે !’

*** 

જો કેજરીવાલ ગાઝા પટ્ટીમાં હોત તો પ્રદૂષણથી બચવા માટે લોકોને એર-માસ્ક પહેરવાનું ફરજિયાત કરી નાંખત ! એટલું જ નહીં, માસ્ક ના પહેરવા બદલ મોટો દંડ લેવાનું શરૂ કર્યું હોત !

*** 

દિલ્હીની બીજી પણ એક સમસ્યા છે. (આતિષી માર્લેના, નહીં યાર !) દિલ્હીના લોકો બીડી-સિગારેટ બહુ પીએ છે ! પરંતુ સમસ્યા એ છે કે બીડી-સિગારેટ ‘સેક્યુલર’ છે ! બધા ધર્મના લોકો પીએ છે ! તો તો એને ‘બાન’ શી રીતે કરાય ?

*** 

પરંતુ ચિંતા ના કરો. કેજરીવાલ ઉપર ભરોસો રાખો... એ શોધી કાઢશે કે આ બધાં મંદિરોમાં અને ઘરે ઘરે જે પૂજા આરતી માટે લોકો દીવા સળગાવે છે ને...

***

- મન્નુ શેખચલ્લી

Comments