અમુક નવી ફિલ્મોનાં નામો એવાં છે કે આજકાલના નેતાઓ સેલેબ્રિટીઓ અને હાલની ઘટનાઓ પર જુદી જ રીતે ફીટ થઈ જાય છે ! જુઓ…
***
લાપતા લેડિઝ :
કલાકારો : મહેબૂબા મુફ્તી અને માયાવતી
***
બેડ ન્યુઝ :
હરિયાણામાં કોંગ્રેસ માટે અને જમ્મુ કાશ્મીરમાં ભાજપ માટે
***
સરફિરા :
અરવિંદ કેજરીવાલ
***
તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા :
રાહુલ ગાંધીનું જલેબીવાળું ભાષણ
***
ભૂલભૂલૈયા-થ્રી :
મહારાષ્ટ્રમાં આવનારી ચૂંટણીઓ
***
સિતારે જમીં પર :
‘કોલ્ડ પ્લે’ની ટિકીટોના બેફામ ભાવ અને ‘બુક માય શો’ના ગોળગોળ ખુલાસાઓ
***
ઝમકુડી :
કંગના રાણાવત !
***
સિંઘમ અગેઈન :
બળાત્કારીઓ અને ધાર્મિક તહેવારોમાં પથ્થરબાજી કરનારાઓ સામે ગુજરાત પોલીસની કાર્યવાહી
***
ચંદુ ચેમ્પિયન
૫૫૬ રન કરવા છતાં એક ઇનિંગ અને ૪૭ રનથી હારી ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ !
***
ભૂલભૂલૈયા – થ્રી :
લેબનોનમાં હિઝબુલ્લાના ૩૦૦૦ સભ્યોનાં પેજરોમાં બોમ્બ ક્યાંથી આવ્યા ?
***
બડે મિયાં છોટે મિયાં :
ઓમાર અબ્દુલ્લા અને ઓવૈસી
***
વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ :
લોરેન્સ બિશ્નોઈ, કેનેડાવાળો પન્નુ અને બીજા ખાલીસ્તાની નેતાઓ
***
ઘૂસપૈઠીયા :
બરાબર ચૂંટણીના દિવસે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાનાર હરિયાણાના નેતા
***
ફિર આઈ હસીન દિલરૂબા :
ફરી એક વાર કંગના રાણાવત !
***
રામ ભરોસે (ગુજરાતી ફિલ્મ) :
ગુજરાતમાં તૂટી પડતા પુલો, ધોવાઈ જતા રસ્તા, સોસાયટીમાં ઘૂસતા મગર, નકલી પોલીસ, નકલી ઘી અને સરકારનો વહીવટ….!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment