ફિલ્મી ગાયનોમાં 'પાસ' !

નવરાત્રિમાં ‘પાસ’નું જે મહત્ત્વ છે એટલું તો બારમાની એક્ઝામમાં પણ નથી હોતું ! અને તમને નવાઈ લાગશે પણ ફિલ્મી ગાયનોમાં પણ ‘પાસ’ના ગાયનો છે ! સાંભળો…

*** 

તુમ ‘પાસ’ લાયે
હમ મુસ્કુરાયે…
તુમ ને ન જાને ક્યા
ગરબા દિખાયે !

(મફતિયા પાસ વડે જો મસ્ત ગરબા જોઈ લીધા હોય પછી શું થાય છે ? આગળ સાંભળો…)

અબ તો મેરા દિલ
જાગે ન સોતા હૈ…
ક્યા કરું હાયે…
‘પાસ-પાસ’ હોતા હૈ !

*** 

(જેમ જેમ નવરાત્રિ આગળ વધે છે તેમ તેમ સોસાયટીઓમાંથી સુંદર કન્યાઓની સંખ્યા ઘટતી જાય છે. કેમ ? તો સાંભળો…! )

લે જાયેંગે લે જાયેગે
‘પાસવાલે’ લડકીયાં લે જાયેંગે
રહ જાયેંગે રહ જાયેંગે
શેરીવાલે દેખતે રહ જાયેગે !

*** 
(ભલેને રાત્રે બબ્બે વાગ્યા સુધી ગરબે ઘુમવાથી સાંધે-સાંધા દુઃખતા હોય ? પાસ મળતાંની સાથે જ બધું મટી જાય છે ! સાંભળો…)

પાસ’ લેલો તબિયત
બહલ જાયેગી…
‘મોચ’ ભી આ ગઈ હો
તો મિટ જાયેગી !

(મેડિકલી પ્રુવ થયેલો ઈલાજ છે.)

*** 

(પણ પોતાની બાબુ-શોનાને માટે રોજ રોજ મોંઘા પાસ લાવવા એ કંઈ ખાવાના ખેલ છે ? સાંભળો, બિચારા બોયફ્રેન્ડની ગાથા…)

તેરે ‘પાસ’ લાકે
મેરા પૈસા ગુજર જાતા હૈ
દો ઘડી કે લિયે
દિવાલા નિકલ જાતા હૈ !

*** 

(જોકે હવે પછીના ગાયનોમાં સ્ટોરી અલગ છે. પતિ પાસે પાસ હોવા છતાં તે પત્નીને બદલે ‘વો’ જોડે ગરબા રમી આવ્યો ! પેલીએ ફેસબુકમાં સ્ટોરી મુકી ત્યારે ભાંડો ફૂટી ગયો ! હવે એની પત્ની ‘ક્લાસ’ લઈ રહી છે…)

મેરે ‘પાસ’ લાઓ
નજર તો મિલાઓ
સુનો તો જરા
ફેસબુક કી કહાની
ઈસી મેં તુમ્હારી
પથારી ફિરેગી !

*** 

(જે હોય તે, નવરાત્રિ પતી જશે પછી કંઈ કેટલાયના મનમાં આ ગાયન ચાલતું હશે…)

જબ ભી યે દિલ
ઉદાસ હોતા હૈ…
જાને ક્યું ‘પાસ-પાસ’ હોતા હૈ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments