ગાયનોમાં જ કારણ છે !

હિન્દી ફિલ્મોનાં ગાયનો તો ખજાનો છે. એમાં અમુક ગાયનોને સામસામે રાખીને સાંભળો તો જોરદાર સિચ્યુએશનો બનતી દેખાશે ! દાખલા તરીકે…

***

એક મિત્ર ગાઈ રહ્યો છે :

દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમેં તેરા એતબાર ના રહા…’

એનું કારણ શું છે ?

આજ મેરે યાર કી શાદી હૈ…’ એનો જ દોસ્ત એનાવાળી છોકરીને પરણી રહ્યો છે !

***

એક છોકરી આખી ભીડને રિક્વેસ્ટ કરી રહી છે :

કોઈ પથ્થર સે ના મારે, મેરે દિવાને કો…’

કેમ ? કેમકે થોડી જ વાર પહેલાં એ અને એનો પ્રેમી ગાતા હતા :

હમ દો પ્રેમી છત કે ઉપર, ગલી ગલી મેં શોર ! એ આરારારા…’ (પછી પથરા જ પડે ને !)

***

એક ઘરની બારીમાંથી એક સુંદર સ્ત્રી ગાઈ રહી છે.

શામ ઢલે ખિડકી તમે, તુમ સીટી બજાના છોડ દો…’

કેમ ? તો કારણ સિમ્પલ છે :

‘ઘર આયા મેરા પરદેસી, પ્યાસ બુઝી મેરી અખિયન કી….’ (એનો ધણી વિદેશથી પાછો આવી ગયો છે !)

***

એક ભાઈ ઉદાસ થઈને એક બાંકડે બેસીને માથું પકડીને ગાઈ રહ્યા છે :

મેરે તૂટે હુએ દિલ સે, કોઈ તો આજ યે પૂછે… કે તેરા હાલ ક્યા હૈ ..'

આવતા જતા લોકોમાંથી કોઈએ બિચારાને પૂછી લીધું કે ભાઈ આવું શી રીતે થયું ? તો જવાબ મળે છે “

મુઝે મેરી બીવી સે બચાઓ… અકડતી હૈ, બિગડતી હૈ, હમેશા મુજ સે લડતી હૈ !’

***

અંધારી ગલીની ગંદી નાલી બાજુથી કોઈનો અવાજ આવી રહ્યો છે :

અંધેરે મેં જો બૈઠે હૈ, નજર ઉન પર ભી કુછ ડાલો, અરે ઓ રૌશનીવાલો…’

એ જુવાનિયા ઉપર ટોર્ચ વડે રોશની નાંખવાથી કારણ મળે છે :

મૈં ને પીના સીખ લિયા…!’

***

એક ઘરમાંથી પતિનો અવાજ સંભળાઈ રહ્યો છે :

જો તુમ કો હો પસંદ વો હી બાત કરેંગે…’

કેમકે ગઈકાલે એ જ પતિ બાલ્કનીમાં ઊભા રહીને ગાયન ગાતાં ઝડપાઈ ગયા હતા કે :

મેરે સામનેવાલી ખિડકી મેં, એક ચાંદ કા ટુકડા રહેતા હૈ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments