આપણા દેશના રાજકારણને પૂતળાંઓ સાથે કંઈ ગજબની લેણાદેણી છે ! જુઓ…
***
મોદીજીએ મણિપુરમાં આટલું બધું થઈ ગયું તેના માટે નહીં, પણ બે હાથ જોડીને માફી ક્યારે માગી ?
- મહારાષ્ટ્રમાં એક ‘પૂતળું’ પડી ગયું ત્યારે !
***
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર આટલા બધા અત્યાચાર થયા ત્યારે નહીં પણ શશી થરૂરને દુઃખ ક્યારે થયું ?
- જ્યારે ઢાકામાં ’૭૧ના યુદ્ધના વોર મેમોરિયલનું ‘પૂતળું’ તોડી નાંખવામાં આવ્યું ત્યારે !
***
થોડા વરસ પહેલાં પશ્ચિમ બંગાળમાં મોટા પાયે તોફાનો ક્યારે ફાટી નીકળ્યાં હતાં ?
- જ્યારે સુભાષચંદ્ર બોઝનું ‘પૂતળું’ તોડી નાંખવામાં આવ્યું હતું ત્યારે !
***
મોટાભાગના રાજકીય વિરોધમાં શું બાળવામાં આવે છે ?
- કોઈ નેતાનું ‘પૂતળું’ !
***
અરે, જ્યારે શાંત વિરોધ કરવાનો હોય, માત્ર સૂત્રો પોકારીને, બેનરો બતાડીને થોડા ફોટા જ પડાવવાના હોય ત્યારે કયું સ્થળ પસંદ કરાય છે ?
- ગાંધીજીનું ‘પૂતળું’ !
***
અને મોદી સાહેબે ગુજરાતનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એ માટે શું કર્યું ?
- સરદાર વલ્લભભાઈનું ‘પૂતળું’ બનાવડાવ્યું !
***
યાદ કરો, દર વરસે એક મોટો ‘તહેવાર’ ઉજવાય છે જેમાં નેતાઓ તીરકામઠાં લઈને શું કરવા માટે પહોંચી જાય છે ?
- દશેરાના દિવસે, રાવણનું ‘પૂતળું’ બાળવા માટે !
***
છેલ્લે… આ દેશના તમામ વીઆઈપી, મહાનુભાવો, નેતાઓ અને સેલિબ્રિટીઓનું શું સપનું હોય છે ?
- કે લંડનના તુસ્સાડ મ્યુઝિયમમાં એમનું ‘પૂતળું’ હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment