નેતાઓ... જાહેરખબરમાં !

ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો તો ભલભલી બ્રાન્ડની જાહેરખબરો કરતાં જ હોય છે પરંતુ હવે જો આપણા નેતાઓ પણ બ્રાન્ડ એમ્બેસેડર બનવા માંડે તો…?

*** 

મમતા બેનરજી :

એમના માટે કોઈપણ બ્રાન્ડનું મરચું બેસ્ટ રહેશે ! લાલ… તીખા લાલ… આગ સમાન તીખા લાલ… કંઈપણ ! અને હા, કોઈપણ ‘ગરમ’ મસાલાની બ્રાન્ડ માટે મમતાજી બેસ્ટ છે !

*** 

સંજયસિંહ, સિસોદિયા અને કેજરીવાલ :

‘ખુબ જમેગી મહેફિલ, જબ મિલ બઠેંગે તીન યાર, તિહાર જેલ મેં !’… બેગપાઈપર બ્રાન્ડ માટે તો આ ત્રણે નેતાઓ બેસ્ટ ચોઇસ છે ! સાથે સાથે તિહાર જેલનું પણ પ્રમોશન થઈ જાય…

*** 

કેજરીવાલ :

એમના ઉપર એટલાં જુતાં પડ્યાં છે કે ‘બાટા’થી લઈને ‘નાઈકી’ સુધીની કોઈપણ બ્રાન્ડ માટે ચાલે એવા છે. એમ તો કાજલની કોઈ બ્રાન્ડ માટે પણ ચાલે ! કેમકે એમના ચહેરા ઉપર મેશ ચોપડવાની ઘટનાઓ પણ અનેક છે ! 

અને હા, કોઈપણ ઇન્ટિરીયર ડિઝાઈન, ફર્નિચર, પરદા, બાથરૂમ એસેસરીઝ, કાર્પેટ વગેરે માટે એમનો ૧૫૭ કરોડના ખર્ચે સજાવેલો બંગલો જ પુરતો છે !

*** 

રાઘવ ચઢ્ઢા :

‘માન્યવર’ લગ્નમાં પહેરવા માટેના ડિઝાઈનર ડ્રેસિસ ! કેમકે એ ભાઈએ એક ફિલ્મ સ્ટાર સાથે પરણવા સિવાય બીજું શું કામ કર્યું છે ?

*** 

રાહુલ ગાંધી :

હાલમાં તો કાશ્મીર ટુરિઝમની એડ માટે બેસ્ટ છે ! ભવિષ્યમાં જ્યારે રાહુલજી ૩૭૦મી કલમ પાછી લઈ આવશે ત્યારે તો એડમાં પણ મોટા મોટા ધમાકા થતા જોવા મળશે !

*** 

શરદ પવાર :

આમ તો ‘ફેવિકોલ’ માટે બેસ્ટ છે કેમકે એ ખુરશી માટે ‘ઐસા જોડ બનાયે, કભી ના તૂટ પાયે !’ પણ સિરિયસલી, ગુટખા ખાવાથી જે મોઢાનું કેન્સર થાય છે એ બતાડવા માટે ઠેર ઠેર એમનાં ચહેરાનાં મોટાં મોટાં હોર્ડિંગ લગાડો તો ગુટખાનું વેચાણ ૫૦ ટકા ઘટી જાય !

*** 

મોદી સાહેબ :

‘ધ ડ્રીમ ફેકટરી’ નામની એક સંસ્થા છે, એનું કામ જ આ છે… સપનાં બતાડવાનું !

***

- મન્નુ શેખચલ્લી

Comments