અમુક જુનાં ગાયનો આપણે ઊંધુ ઘાલીને બસ, સાંભળ્યા કરીએ છીએ. પણ એની અંદર ક્યારેક બહુ જોરદાર સિક્રેટ વાતો છૂપાયેલી હોય છે ! સાંભળો…
***
છોકરી : ક્યા દેખતે હો ?
છોકરો : સુરત તુમ્હારી…
છોકરી : ક્યા ચાહતે હો ?
છોકરો : ચાહત તુમ્હારી…
છોકરી : ના હમ જો કહ દેં ?
છોકરો : કહ ના સકોગી…
છોકરી : લગતી નહીં ઠીક નિયત તુમ્હારી !
હવે બોલો, છોકરીની શી રીતે ખબર પડી ગઈ કે છોકરાની ‘નિયત’ એટલે કે ‘દાનત’ સારી નથી ? તો દોસ્તો, ગાયન ફરીથી વાંચો… છોકરીએ પૂછેલા પહેલા બે સવાલના જવાબમાં છોકરો ‘જુઠું’ જ બોલ્યો છે !!
***
બીજું એક સેડ ગાયન છે. એમાં નિષ્ફળ પ્રેમી ઉદાસ થઈને પ્રેમિકાને પૂછે છે :
‘હમને અપના સબ કુછ ખોયા, પ્યાર તેરા પાને કો…
છોડ દિયા ક્યું પ્યાર ને તેરે, દર દર ભટકાને કો ?’
હવે તમે જુઓ, કે સવાલ જ કેટલો સ્ટુપિડ છે ? પ્રેમીએ પોતાનું બાઈક ખોઈ નાંખ્યું, મોબાઈલ ખોઈ નાંખ્યો, નોકરી ખોઈ, બી.કોમ.નું સર્ટિફીકેટ ખોઈ નાંખ્યું, આધારકાર્ડ, પાનકાર્ડ… બધું ખોઈ નાંખ્યું… અને ઉપરથી પૂછે છે ‘છોડ દિયા ક્યં પ્યાર ને તેરે, દર દર ભટકાને કો ?’
અલ્યા, તો પેલી તારા જેવા કડકાનું બીજું શું કરે ?
***
વધુ એક જુનું ગાયન યાદ કરો… આપણે હમજ્યા વિના ગાયા કરતા હતા કે…
‘આપ કે કમરે મેં કોઈ રહતા હૈ, હમ નહીં કહતે, જમાના કહેતા હૈ…’
જરા વિચાર કરો, છેક ૧૯૭૩માં કવિને ખબર હતી કે એક સમયે છોકરો અને છોકરી પરણ્યા વિના ‘લિવ-ઇન’માં રહેતા હશે ! અને એ વાત સોશિયલ મિડીયામાં વાયરલ પણ થઈ જશે ! બોલો.
***
બાકી પેલું કોમેડી ગાયન યાદ છે ને ।
‘મુન્ને કી અમ્મા, યે તો બતા, તેરે બેટે કે અબ્બા કા નામ ક્યા હૈ ?’
આમાં તો સીધી ‘ડીએનએ’ ટેસ્ટની જ માગણી છે ને ? આવું તો ઘણું છે જુનાં ગાયનોમાં… સાંભળતા રહેવું, ધ્યાનથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment