આપણું 'ગુજ્જુ' ઈંગ્લીશ !

અહીં ઇંગ્લીશ પીવાની નહીં, પણ ઇંગ્લીશ ‘બોલવાની’ વાત થાય છે !

આપણે ભલભલાં ગુજરાતી વાક્યોનું ડાયરેક્ટ ઇંગ્લીશ કરવા માટે જાણીતા છીએ. જેમકે ‘તારા બાપનું શું જાય છે ?’ એટલે ‘વોટ ગોઝ ઓફ યોર ફાધર !’ અને ‘મારું માથું ચક્કર ખાય છે.’ એટલે ‘માય હેડ ઇઝ ઇટિંગ સર્કલ !’

આવાં બીજાં નમૂનેદાર ગુજજુ ઇંગ્લીશ વાક્યો સાંભળવા જેવાં છે…

***

ગુજરાતીમાં : ‘રોજ રોજ તમે મોડા આવો છો અને ઉપરથી નવાં નવાં બહાનાં કાઢો છો ?’

ઇંગ્લીશમાં : ‘એવરીડે એવરીડે યુ કમિંગ લેટ, એન્ડ ગિવીંગ ન્યુ ન્યુ એક્સક્યુઝ ફ્રોમ એબોવ ?’

***

ગુજરાતીમાં :  ‘સીધા બેસો અને ઊંચાનીચા ના થાવ.’

ઇંગ્લીશમાં : ‘સીટ સ્ટ્રેટ એન્ડ ડોન્ટ બિ અપ-ડાઉન !’

***

ગુજરાતીમાં : ‘ઠંડો પવન ચાલી રહ્યો હતો અને ધીમું સંગીત વાગી રહ્યું હતું.’

ઇંગ્લીશમાં : ‘કોલ્ડ વિન્ડ વોઝ વોકિંગ એન્ડ સ્લો મ્યુઝિક વોઝ હિટીંગ !’

***

ગુજરાતીમાં : ‘જો તમે બહુ આડા અવળા ધંધા કરશો તો એક દિવસ ભરાઈ પડશો.’

ઇંગ્લીશમાં : ‘ઇફ યુ વિલ ડુ લોટ ઓફ હોરિઝોન્ટલ વર્ટિકલ બિઝનેસ. વન ડે યુ વિલ બિ કોટ એન્ડ ફોલ !’

***

(આ જોરદાર છે)

ગુજરાતીમાં : ‘શું અહીં તમારા બાપની પેઢી ચાલે છે ?’

ઇંગ્લીશમાં : ‘ઇઝ યોર ફાધર્સ જનરેશન વોકિંગ હિયર ?’

***

(આ એનાથી પણ જોરદાર છે.)

ગુજરાતીમાં : ‘સાંધામાં સુઝ ના પડતી હોય તો શું કામ દોઢ ડહાપણ કરો છો ?’

ઇંગ્લીશમાં : ‘વ્હેન યોર અંડરસ્ટેન્ડિંગ ઇઝ નોટ ફોલિંગ ઇન જોઇન્ટ ઓલ્સો, ધેન વ્હાય આર યુ ડુઇંગ વન એન્ડ હાફ વિઝડમ?’

(બોલો, સમજ પડી ?)

(સ્પીક, અંડરસ્ટેન્ડિંગ ફેલ ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments