અદાણી ઉપર 'બૂચ' ?!

જ્યારથી હિન્ડનબર્ગે ધડાકો કર્યો છે કે સેબીનાં ચેરમેન માધવી બૂચનાં અદાણીની કંપનીમાં રોકાણો છે ત્યારથી શેરબજારમાં ધમાચકડી મચી છે !
પરંતુ આની એક મનોરંજક સાઇડ પણ છે ! દાખલા તરીકે…

*** 

એક ફિલ્મનું પોસ્ટર છે. એમાં એક બાજુ ગૌતમ અદાણીનો ફોટો છે. અને બીજી બાજુ માધવી બુચનો ફોટો છે. નીચે સરસ મોટા અક્ષરે ફિલ્મનું નામ છે :

હમ સાથ સાથ હૈં !’

*** 

બીજું પોસ્ટર... એમાં માત્ર માધવી બુચનો મોટો ફોટો છે. નીચે ફિલ્મનું નામ છે :

‘મૈં ચૂપ રહુંગી !’

*** 

ત્રીજું પોસ્ટર જાણે એના જવાબમાં હોય તેમ ગૌતમ અદાણીના ફોટા સાથે છે. ફિલ્મનું નામ છે :

તુમ સે અચ્છા કૌન હૈ !’

*** 

જોકે સામેની જ દિવાલ ઉપર એક વિશાળ બેનર લાગ્યું છે. એમાં હિન્ડનબર્ગના વડા  હાથમાં રિપોર્ટ લઈને ઊભા છે ! ફિલ્મનું નામ છે :

આયા તૂફાન !!’

*** 

એ જ બેનરની બાજુમાં બીજું બેનર લાગી ચૂક્યું છે. એમાં હિન્ડનબર્ગના રીપોર્ટનો મોટો ફોટો છે. ફિલ્મનું નામ છે :

ડરના જરૂરી હૈ !’

*** 

ગૌતમ અદાણી અને માધવી બૂચનાં થોડં ડ્યૂએટ સોંગ પણ રિ-મિક્સ થઈને આવી રહ્યાં છે...

તુમ અગર સાથ દેને કા વાદા કરો,
મૈં હિન્ડનબર્ગ સે નજરે ચૂરાતા રહું !’

‘તેરા મેરા સાથ રહે
તેજી હો, મંદી હો...
સેબી મેરે સાથ રહે !'

(આ તો સમૂહગાન છે. મોદી ભક્તો ગાઈ રહ્યા છે)
સેબી હાથ બઢાના સેબી રે !
એક અદાણી થક જાયેગા
મિલકર ભાગ બંટાના !’

*** 

અને છેલ્લે ફેવિકોલની નવી એડ. પણ રિ-મિક્સ થઈને આવી ગઈ છે ! ખીણની ધાર ઉપર અદાણી લટક્યા છે અને અદાણીનો હાથ ઝાલીને બિચારો ઇન્વેસ્ટર લટક્યો છે ! બન્ને એકબીજાને કહી રહ્યા છે :

છોડના મત...’
‘પકડે રહના...’
‘છોડના મત...’
‘પકડે રહના...’

***

- મન્નુ શેખચલ્લી

Comments