રાહુલ ગાંધીએ લોકસભામાં બજેટ બાબતે જે ભાષણ આપ્યું તે તમે જોયું કે નહીં ? ખુદ કોંગ્રેસીઓ મોંમાં આંગળા નાખી ગયા છે કે રાહુલ બાબા આટલા બધા મેચ્યોર થઈ ગયા ? હેં ?
માત્ર ભાષણની વાત નથી, ઘણા બધા પોઇન્ટ્સ છે ! જુઓ…
***
પહેલાં તે કહેતા હતા કે ‘ક્યા પાંડવોને જીએસટી લગાયા થા ? ક્યા પાંડવોને નોટબંધી કી થી ?’
અને હવે તો અભિમન્યુના ચક્રવ્યૂહનું આખેઆખું ચેપ્ટર બોલી ગયા !
બોલો, રાહુલબાબા મેચ્યોર થઈ ગયા ને ?
***
અગાઉ તો સાબરમતી આશ્રમની વિઝિટર્સ બુકમાં લખવા માટેનો મેસેજ મોબાઇલમાંથી જોઈને લખતા હતા !
અને હવે ? મોબાઇલમાં જોયા વિના આખું ભાષણ ફટકારી દીધું !
બોલો, મેચ્યોર થયા ને ?
***
અગાઉ તો રાહુલબાબા કોઈ આદિવાસી લીલાવતીની ઝુંપડીમાં જઈને ભોજન કરતા, કે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા, કે દેશી ભજનમંડળીમાં મંજીરા વગાડવા બેસી જતા ત્યારે સેંકડો કાર્યકરો વાહ વાહ કરી ઉઠતા હતા !
અને હવે ? રાહુલબાબા કુલીની બેગ ઉપાડે છે, ઢોંસા બનાવે છે, બાઈક રીપેર કરે છે કે ચંપલ સીવે છે તો આસપાસ દસ પંદર કાર્યકરો પણ નથી હોતા !
આ હિસાબે ‘કાર્યકરો’ પણ મેચ્યોર થઈ ગયા, નહીં ?
***
અગાઉ તો ‘દેઢ સો હજાર... ઢાઈ લાખ હજાર...’ એવા આંકડા બોલવામાં પણ ગોથાં ખાઈ જતા હતા.
પણ હમણાં ? અભિમન્યુને ચક્રવ્યુહમાં ફસાવતા પ્રિસાઇઝલી છ જણા હતા, એવું બોલ્યા ને ? (જોકે બજેટના બહુ આંકડા ના બોલ્યા, છતાં...) મેચ્યોર તો થયા જ કહેવાય ને ?
***
એ તો ઠીક, અગાઉ તો ‘વિશ્વેશ્વરૈયા’ જેવું નામ ચાર ચાર પ્રયત્ને પણ સાચી રીતે નહોતા બોલી શકતા !
અને હવે ? દ્રોણાચાર્ય... કર્ણ... અશ્વત્થામા.. કૃપાચાર્ય... કૃતવર્મા... અને શકુનિ...!! છ એ છ નામો, જે ઇંગ્લીશ મિડિયમમાં ભણેલો કોઈપણ જુવાન ના બોલી શકે, એ કડકડાટ બોલી ગયા !
બોલો, હદ થઈ ગઈ ને ?
***
અને હા, છેલ્લાં બાવીસ વરસમાં અઢાર વાર અંગ્રેજી મેગેઝિનો એમની ઉપર કવર સ્ટોરી કરી કરીને થાકી ગયા કે એ ‘મેચ્યોર’ થઈ રહ્યા છે...
પણ બોલો, લોકસભાના બે જ ભાષણથી બધા માની ગયા ને કે... રાહુલબાબા વરસોથી મેચ્યોર જ હતા !
વેલકમ રાહુલ ગાંધી 2.0 !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment