બિહારની નવી પુલ પોલીસી !

બિહારમાં ૧૭ દિવસમાં ૧૨ પુલ તૂટી પડ્યા ! કહે છે કે એના કારણે બિચારા ૧૫ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી નાંખ્યા !
પણ જે પુલ હજી તૂટી નથી પડ્યા એનું શું ? ત્યાં તો ખતરો ઊભો જ છે ને ! એટલે બિહાર સરકારે હવે નવી પુલ-નિતી અપનાવવાનું નક્કી કર્યું છે, જે મુજબ…

*** 

પુલના બન્ને છેડે મોટાં બોર્ડ લાગેલાં હશે :

‘ઇ દુર્ઘટના ઝોન હૈ!’
‘સાવધાન ! ઈ પુલવા જો હૈ, ઉ બિહાર સરકાર દ્વારા બનાય ગઈલ હૈ.’
‘ક્રિપયા સાવધાની બરતબા ! કાહે કિ સાવધાની હી બચાવ.’

*** 

પુલની ઉપર અને પુલની નીચે પણ બોર્ડ મારેલાં હશે :

‘ઇ પુલવા કે ઉપર સે યા નીચે સે ગુજરે કા પહિલે અપના બીમા અવસ્ય કરાઈ લઈબો. ફિર મત કહના કિ બતાયે નહીં થે !’

*** 

પુલની નીચે બીજાં પણ બોર્ડ હશે :

‘ઇ પુલવા કે નીચે હેલમેટવા પહિને બિના બૈઠનવા મેં જિંદગી ઝંડ હૂઈ જાઈ કા ખતરા હૈ !’

*** 

કોઈ કોઈ પુલ હજી ઉદ્‌ઘાટન વિનાનો હશે તો તમામ નેતાઓને માટે આગોતરી ચેતવણી જશે :

પુલવા કે ઉદઘાટન કરી ખાતિર પુલવા કે ઉપર નારિયલ-વારિયલ મત ફોડિયેગા ! નેતા લોગન કા જાન પબ્લિક સે કિંમતી રહલ બા.’

*** 

દરેક પુલની બાજુમાં એક મોટી ‘ખાંભી’ રાખવામાં આવશે. પથ્થરની આ ખાંભી ઉપર નીચે મુજબનો રેકોર્ડ રાખવામાં આવશે :

પુલવા બનાઈ કે તારીખ : ……………
પુલવા કે ઉદઘાટનવા કે તારીખ : …………..
પુલવા કે તૂટનબા કે તારીખ : …………….
(એટલું જ નહીં, નીચે ખાસ લખ્યું હશે કે : પુલવા કે તૂટનબા કે તારીખ કી ભવિસ્યબાની કરનેવાલે કો એક કરોડ કા ઇનામ ! મગર સરકારી ઇન્જિયરવા ઔર ઠેકેદારન લોગ ભાગ લઈ સકત નાહીં.)

*** 

અને હવે જે નવા પુલો બનશે તેના માટે બિહાર સરકાર નવી ગુપ્ત પોલીસી લાવશે…

(૧) પુલ બનાનેવાલે ઠેકેદારન કા નામ સિક્રેટ રહિબા ! ચિંતા કી કૌનો બાત નહીં.
(૨) પુલવા તૂટે કે બાદ કેવલ સરકારી બાબુ લોગન પે હી કારવાઈ હોઈલ ! ચિંતા કી કૌનો બાત નહીં.
(૩) જૌન કંપની બ્લેક-લિસ્ટ હેઈલ, ઉ ભી ઉ હી નામ સે, યા દૂસરે કૌનો નામ સે ઠેકા લઈ સકત બા ! ચિંતા કી કૌનો બાત નહીં.

સબ કા સાથ,  સભૈ કા બિકાસ !

***

- મન્નુ શેખચલ્લી

Comments