કાન વીંધાયાનાં મિમ્સ !

અમેરિકાના પૂર્વ-પ્રેસિડેન્ટ અને હાલની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જે ગોળીબાર થયો એના પછી ભલે મામલો સિરીયસ લાગતો હોય, પણ અમુક લોકોને એમાં પણ જોક્સ અને મિમ્સ સુઝે છે ! જુઓ નમૂના…

*** 

ગોળીઓ છૂટવાનો વિડીયો દેખાય છે... જેમાં ટ્રમ્પ અચાનક નીચે ઝુકી જાય છે... સિક્યોરીટી કમાન્ડો તેમને ઘેરી વળે છે...

એ પછી તરત ‘શોલે’ના ગબ્બરસિંહની ક્લિપ દેખાય છે : ‘બચ ગયા સ્સાલા !’

*** 

કહે છે કે ત્યાં ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો એ પછી તરત જ જાણે આકાશવાણી થઈ હતી :

‘ડોનાલ્ડ... ડક !!’
(‘ડક’ એટલે નીચે બેસી જા, એવો અર્થ પણ થાય છે.)

*** 

અમેરિકામાં જ્યાં લોકો કાનમાં, નાકમાં, દાઢીમાં અને ઇવન આંખની પાંપણોમાં કાણાં પડાવીને ‘પિયર્સિંગ’ કરાવે છે એવી એક ફેશનેબલ શોપે પોસ્ટર લગાડ્યું છે :

‘અમારું પિયર્સિંગ ‘પેઇન-લેસ’ છે, ‘ટાઇમ-લેસ’ છે, ‘ગન-લેસ’ છે, ‘રિસ્ક-લેસ’ છે... અને ‘મની’ પણ ‘લેસ’ છે !’

*** 

ઓરિજીનલ વિડીયોમાં ગોળી છૂટવાનું દ્રશ્ય દેખાય છે...

(કટ-ટુ) ‘મેટ્રિક્સ’ ફિલ્મનો સીન ! એમાં ટ્રમ્પ પોતાની પીઠને ૧૮૦ ડીગ્રી વાળીને ગોળીઓથી બચી રહ્યા છે !

(કટ-ટુ) સાઉથની રજનીકાંતની મુવીનો સીન ! એમાં ટ્રમ્પ ‘વ્હુશ... વ્હુશ...’ અવાજ સાથે હાથ વીંઝીને પેલી બૂલેટને અંગૂઠા અને આંગળી વડે પકડીને કાનમાંથી કાઢતા બોલે છે : ‘યેન્ના રાસ્કલા !’

(કટ-ટુ) રજનીકાંતની વધુ એક ફિલ્મનો સીન ! આમાં ગોળી છૂટતાંની સાથે જ રજનીકાંત આંખો વડે ગોળીને હિપ્નોટાઇઝ કરે છે... ગોળી સ્હે...જ દિશા બદલીને કાન વીંધીને જતી રહે છે ! રજની સર બોલે છે : ‘વોક્કે ! નેકસ્ટ પ્લીઝ...’

*** 

ટ્રમ્પના વીંધાયેલા કાન સાથે એક દેશી કોમેન્ટ : 
‘અબ તો યે કિસી કી નહીં સુનેગા !’

*** 

એ જ વીંધાયેલા કાનના ફોટા ઉપર ગુજરાતીમાં કોમેન્ટ : 
‘હું તો પેલેથી કેતો’તો, આ માણહ હંધુય એક કાનેથી હાંભળીને બીજા કાનેથી કાઢી નાંખશે !’

*** 

ઇસ્કોનના પ્રવક્તાનું નિવેદન : ‘ભગવાન જગન્નાથે જ ટ્રમ્પને બચાવ્યા છે...’

એની નીચે જગન્નાથજીની મૂર્તિનો ફોટો... જેમાં એમની આંખો આશ્ચર્યથી ડબલ પહોળી થઈ ગઈ છે !

***

-મન્નુ શેખચલ્લી

Comments