જો તમે ન્યુઝ ચેનલના એક્સ્પર્ટો કે પાનને ગલ્લે બેઠેલા એક્સ્પર્ટો પાસેથી હજી પણ બજેટને સમજી ના શક્યા હો તો આ વાંચી જુઓ.
મેથડ થોડી અવળચંડી છે, પણ મજા તો પડશે જ !
***
બજેટમાં બિહારને જે ૫૯૦૦૦ કરોડ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ ડેવલપ મેન્ટ માટે આપવાના છે તે હકીકતમાં ‘ઇન્ફીરીયર’ સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છે !
... તમે સમજ્યા કે નહીં ?
***
સાંભળો, મારા દેશના પગારદારો, ધંધાદારીઓ, નાના વેપારીઓ અને યુવાનો ! તમારે હજી વધારે મહેનત કરવાની છે. જેથી બિહારમાં વધુ દસ બાર પુલો તૂટે તો વાંધો ના આવે !
... તમે સમજ્યા કે નહીં ?
***
એક માણસ મહેનત કરે છે, કમાય છે, તો સરકાર એની પાસેથી થોડા પૈસા લઈ લે છે. અને...
બીજો માણસ જે મહેનત પણ નથી કરતો અને કમાતો પણ નથી તેને આપી દે છે. આને ‘બજેટ’ કહે છે.
... તમે સમજ્યા કે નહીં ?
***
આ બજેટમાં નિતિશ કુમાર અને ચંદ્રાબાબુને સૌથી વધુ ફાયદો થયો છે પરંતુ એના માટે એમણે મોદીજીનો નહીં, પણ રાહુલ ગાંધીનો આભાર માનવો જોઈએ !
... તમે સમજ્યા કે નહીં ?
***
છેલ્લા છ વરસમાં બજેટની અને બજેટમાં કરવેરાની આવક બમણી થઈ છે, પણ એક મિનિટ, આપણામાંથી કોની આવક બમણી થઈ છે ?
... તમે સમજ્યા કે નહીં ?
***
આમાં તો એવું લાગે છે કે નિર્મલાજી આપણને કહી રહ્યા છે કે ‘પ્લીઝ, તમે લોકો જરા મદદ કરો ને, અમારે નિતિશ કુમાર તથા ચંદ્રાબાબુને સાચવવાના છે !’
... તમે સમજ્યા કે નહીં ?
***
ડાયરેક્ટ ટેક્સ એટલે તમે જે કમાઓ છો એની ઉપર ટેક્સ... જેમાં સરકારને લગભગ ૫૧ ટકા મળે છે.
અને ઇન-ડાયરેક્ટ ટેક્સ એટલે તમે જે ખર્ચો છો એની ઉપર ટેક્સ... જેમાં સરકારને ૪૯ ટકા મળે છે.
હવે તમે જ કહો, દેશની વધારે સેવા કોણ કરે છે ? પતિ કે પત્ની ?
***
પત્ની આપણા ખિસ્સામાંથી કાઢી લે તો... ‘ચાહત’
સરકાર આપણા ખિસ્સામાંથી કાઢી લે તો... ‘હકુમત’
અને એ જ પૈસા સરકાર આપણી પત્નીને આપે તો એ... ‘રાહત’ !
- તમે સમજ્યા કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment