આપણા પૂર્વજો એમના અનુભવને આધારે અમુક ‘બ્રહ્મવાક્યો’ આપી ગયા હતા. પરંતુ બદલાતા જમાનામાં અમુક વાક્યો એવાં છે જે સત્ય પણ લાગે અને ભ્રમ પણ લાગે ! વાંચીને તમે જ નક્કી કરો…
***
કહેવાય છે કે સ્ત્રી વિના ઘર ચાલતું નથી. પરંતુ આજે હકીકત એ છે કે સ્ત્રી વિના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, યુ-ટ્યુબ અને ફેસબુક પણ ચાલી શકે નહીં !
***
કોઈ મિત્રો એવા હોય છે જે સાવ સુદામાને પણ મિત્ર બનાવી શકે છે...
અને કોઈ એવા હોય છે જે મિત્રને જ સુદામા બનાવી દેતા હોય છે !
***
છોકરાઓ ત્રણ જોડી જીન્સ, છ જોડી શર્ટ અને એક જોડી બૂટ-ચંપલમાં આખી જુવાની જલસાથી કાઢી શકે છે...
... બસ, લગ્ન થઈ જાય ત્યાં સુધી !
***
છોકરી જ્યારે બે કલાક સુધી અરીસા સામે બેસીને મેકપ કર્યા પચી પણ સંતુષ્ટ નથી થતી ત્યારે...
તે ભીના કપડાંથી અરીસો લૂછે છે !
***
પાયજામાનું સુખ અને જિન્સનું દુઃખ ત્યારે જ સમજાય છે...
જ્યારે ખંજવાળ આવે છે !
***
અગાઉના જમાનામાં જ્યારે આપણે ઊંઘી જતા હતા ત્યારે શરીરને આરામ મળતો હતો.
આજે ઊંઘી જઈએ છીએ ત્યારે મોબાઈલને આરામ મળે છે !
***
છોકરીઓની આંખોનો પણ એક ભાઈ હોય છે...
એને ‘આઈ-બ્રો’ કહે છે !
***
આજની રાજનીતિ માટેનું સુવાક્ય :
કહે છે કે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી, પણ જ્યારે ખાવાનું આવે ત્યારે બધી સાથે થઈ જાય છે !
***
કોમ્પ્યુટરનાં કી-બોર્ડ હંમેશાં થાકેલાં કેમ હોય છે ?
- કેમકે એમને ‘બે શીફ્ટ’ હોય છે !
***
એક રિસર્ચથી જાણવા મળ્યું છે કે છોકરીઓને આકરા તડકાથી ખાસ જલન નથી થતી –
જેટલી એકબીજાથી થાય છે !
***
અને વધુ એક રિસર્ચ કહે છે કે તમામ છોકરીઓ પોતાની એક જ ભૂલ કબૂલ કરી શકે છે –
- કે તારા ઉપર ભરોસો કરીને મેં બહુ મોટી ભૂલ કરી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment