હાસ્ય સાહિત્યમાં ‘વર્ડ-પ્લે’ નામનો એક પ્રકાર હોય છે. આમાં સાવ મામૂલી લાગતા એકાદ બે શબ્દમાં જ હાસ્યની બત્તી ચમકી ઊઠે છે ! જુઓ અહીં બત્તીઓ થાય છે કે કેમ…
***
એક કેળાના છૂટાછેડા થઈ ગયા. પછી તે શું થઈ ગયું ?
અ-કેલા !
***
જેને દરેકે દરેક ભજન ગાતા આવડતું હોય એને શું કહેવાય ?
હર-ભજન-સીંગ !
***
જો મૂળાની મા હોય તો એને શું કહેવાય ?
મા-મૂલી !
***
અફઘાનિસ્તાનમાં લોકો તાળીઓ કેમ નથી વગાડી શકતા ?
કેમકે ત્યાં ‘તાલી-બાન’ છે !
***
બન્તા શા માટે એવું માને છે કે ચીનમં ચા પીવાની મનાઈ છે ?
નામમાં જ જવાબ છે... ‘ચાય-ના’ !
***
જો મિસ્ટર દાસ મિસિસ દાસને છૂટાછેડા આપી દે પછી એ શું બની જાય છે ?
બિન-દાસ !
***
ક્રિકેટ મેચમાં તમામ ખેલાડીઓ આઉટ થઈ ગયા પછી મેદાનમાંથી મચ્છરો શા માટે ભાગી ગયા ?
ઓલ-આઉટ !
***
મિનરલ વોટરની બોતલની કિંમત વીસ રૂપિયા કેમ હોય છે ?
કેમકે ‘બીસ-લેરી’ !
***
ફૂટબોલર રોનાલ્ડોનો રૂમ હંમેશા સ્વચ્છ અને સાફસુથરો કેમ હોય છે ?
કેમકે એ ‘મેસી’ નથી !
***
એક ડફોળ સ્ટુડન્ટ જ્યારે નીટની એક્ઝામ આપવા ગયો ત્યારે પોતાની સાથે પ્લમ્બરને કેમ લઈ ગયો હતો ?
કેમકે પેપર ‘લીક’ થયું હતું !
***
બન્તા એના ભીનાં કપડાં સૂકવવા માટે ભીડથી ભરચક ક્રિકેટ સ્ટેડિયમમાં કેમ લઈ ગયો ?
કેમકે ત્યાં તો હજારો ‘ફેન’ હોય ને !
***
દેશની બેસ્ટ આઈઆઈટી કોલેજમાં પ્રોફેસરે હંમેશા ગોગલ્સ પહેરીને શા માટે જવું જોઈએ ?
કેમકે ત્યાંના સ્ટુડન્ટો બહુ ‘બ્રાઇટ’ હોય છે !
***
તમે ગોવા, મહાબળેશ્વર, લોનાવલા, આબુ, પાવાગઢ, મનાલી, સિમલા વગેરે સ્થળોએ ફરીને પાછા આવો છો ત્યારે શરીર હળવું કેમ લાગે છે ?
કેમકે એ બધાં ‘હવા ખાવાનાં’ સ્થળો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment