અમુક ફિલ્મી ગાયનો એવાં છે કે તમે ધારો ત્યાં ફીટ કરી શકાય ! જેમકે લગ્ન પહેલાં કયું ગાયન ગવાતું હોય ? અને લગ્ન પછી કયા ગાયનનો વારો આવી જાય છે…
***
લગ્ન પહેલાં તો છોકરી કહેતી હોય કે
‘તુમ હી તુમ હો મેરે જીવન મેં,
ફૂલ હી ફૂલ હૈં જૈસે ચમન મેં…’
પણ લગ્ન પછી બિચારો પતિ જો ઘરે બે કલાક પણ મોડો આવે તો ચાલુ થઈ જશે :
‘હમારે સિવા તુમ્હારે ઔર કિતને ઠીકાને હૈં ?'
***
લગ્ન પહેલાં તો પ્રિ-વેડીંગ શૂટ થાય એના મહિના પહેલાંથી સ્ટેટસમાં ગાયન મુકતી હોય કે
‘બડે અરમાન સે રખા હૈ બલમ, તેરી કસમ, પ્યાર કી દુનિયા મેં યે પહલાં કદમ…’
પણ લગ્ન પછી બહેન દાળભાત રોટલી શાકમાંથી જ ઊંચી ના આવતી હોય ! ત્યારે રડતાં રડતાં રીલ ઉતારશે :
‘દિલ કે અરમાં આંસુઓં મેં બહ ગયે !’
***
છોકરો કુંવારો હોય ત્યારે ફેસબુકમાં જે પહેલી ફ્રેન્ડ મળી હોય ત્યારથી એ હવામં ઉડતો હોય કે
‘તુમ મિલે… દિલ ખીલે… ઔર જીને કો ક્યા ચાહિેયે ?’
પણ લગ્ન પછી એની આખી સરગમ બદલાઈ જાય ! બેટમજી લમણે હાથ દઈને, ઘરમાં પોતાં મારતાં મારતાં ગાતો હોય :
‘મૈં અકેલે યું હી મજે મેં થા,
મુઝે આપ કિસ લિયે મિલ ગયે ?’
***
હજી તો સગાઈની વાત ચાલતી હોય ત્યાં તો ભાઈ રાતના અઢી અઢી વાગ્યા સુધી પેલી જોડે વિડીયો કોલમાં મીઠી મીઠી વાતો કરતો હોય અને ગાતો હોય
‘યાદ આ રહી હૈ… તેરી યાદ આ રહી હૈ…’
પણ લગ્ન પછી પત્ની પિયર ગઈ હોય અને અહીં ભાઈબંધો જોડે બિયર પાર્ટી ચાલતી હોય ત્યારે ત્યાંથી અમસ્તો ય પત્નીનો ફોન આવે તો મનમાં થાય કે :
‘જા…! જા…! જા મુઝે ના અબ યાદ આ !’
***
લગ્ન પહેલાં :
‘લે જાયેંગે, લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે.’
લગ્ન પછી :
‘મુઝે મેરી બીવી સે બચાઓ !’
***
લગ્ન પહેલાં :
‘દે દે પ્યાર દે, પ્યાર દે રે, હમેં પ્યાર દે..’
લગ્ન પછી :
‘મુઝે તુમ સે કુછ ભી ના ચાહિયે, મુઝે મેરે હાલ પે છોડ દો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment