રિઝલ્ટ પછીની ટ્યુબલાઈટો !

ટ્યુબલાઇટ એટલે શું એ તો ખબર છે ને ? ના હોય તો આટલું વાંચ્યા પછી જરૂર ટ્યુબલાઈટ થશે ! જુઓ…

*** 

સૌથી પહેલી અને સૌથી મોટી ટ્યુબલાઈટ તો શેરબજારને થઈ…

કે એક્ઝિટ પોલના આંકડા સાવ ખોટા હતા ! અને બધું બરબાદ થઈ જવાનું છે !

*** 

પછી એ જ શેરબજારને છેલ્લા બે ત્રણ દિવસથી નાની નાની ટ્યુબલાઈટો થઈ રહી છે…

કે ના ના, ‘સ્થિર’ સરકાર હશે તો કંઈ એવું ખાટું મોળું થઈ જવાનું નથી !

*** 

એ સમય દરમ્યાન દેશના હજારો જ્યોતિષીઓને ટ્યુબલાઈટો થઈ હતી…

કે સાલું, ગ્રહોની ચાલ, ફલાણો યોગ, ઢીંકણી યુતિ, મહાનુભાવની કુંડળી… એવું બધું ભેગું કરીને ‘ગણતરી’ કરવામાં જ કંઈ ભૂલ થઈ હતી !

*** 

એમ તો લખનૌની સેંકડો મહિલાઓને પણ ટ્યુબલાઈટો થઈ છે…

કે રાહુલગાંધીની સહીવાળાં ફોર્મ ભરાવીને જે એક એક લાખ રૂપિયા આપવાની વાત કરતા હતા એ કંઈ મળવાના નથી !

*** 

કહે છે કે ગુજરાત ભાજપના નેતાઓને પણ ટ્યુબલાઈટ થઈ રહી છે…

કે ‘ચારસો પાર’ અને ‘પાંચ પાંચ લાખની લીડ’ જેવા ઊંચા ટારગેટો આપવાની જરૂર નહોતી ! (‘સવા બસ્સો પાર’ અને ‘દોઢ લાખની લીડ’ જ બરાબર હોત, એમ ?)

*** 

અરે, ખુદ કોંગ્રેસના કાર્યકરો અને મતદારોને તો હજી ટ્યુબલાઈટ નથી થતી…

કે યાર, આપણને ૯૯ સીટો શી રીતે મળી ગઈ ?

*** 

અને તમે હવે જોજો, કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને હવે રહી રહીને નવી ‘રિવર્સ-ટ્યુબલાઈટ’ થશે…

કે ના ના, કોંગ્રેસ તો કેટલી સારી હતી !

*** 

‘ભક્તો’ને બે વાતે ટ્યુબલાઈટ થવાને હજી થોડી વાર છે…

કે (૧) એક અકેલા સબ પર ભારી 
અને (૨) મોદીજી તો અવતાર છે !

*** 

બાકી સૌથી પ્રચંડ અને આંખોને બિલકુલ આંજી દે એવી ગજ્જબની ટ્યુબલાઈટ…એ હિન્દુ મતદારોને થઈ છે જે મતદાનને દિવસે મતદાન કરવા ગયા જ નહોતા !!

અને જે લોકો મતદાન કરી આવ્યા હતા એમને ટ્યુબલાઈટો થઈ રહી છે…

કે ‘હિન્દુ જૈસા દોગલા, દંભી, મુર્ખ, ગદ્દાર, બેવફા, સ્વાર્થી ઔર અંધ દૂસરા કોઈ નહીં હૈ !’ બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments