ગાંધીજી એક જ વાક્યમાં પોતાને જે કહેવું હતું તે કહી ગયા કે ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’
જો આ જ રીતે આજની જાણીતી હસ્તિઓ પોતાનું જીવન એક વાક્યમાં લખે તો ?...
***
સોનિયાજી લખશે :
‘મેરા જીવન એક કુલી (ખુલી) કિટાબ હાય, જિસ મેં અબી મેં અપની વાસિયાટ (વસિયત) લિકુંગી !’
***
રાહુલ ગાંધી લખશે :
‘મેરા જીવન અબ મેચ્યોર હો ગયા હૈ ! ક્યું કિ મૈં ને પુરાને રાહુલ ગાંધી કો માર ડાલા હૈ...’
***
પ્રિયંકા ગાંધી લખશે :
‘મેરા જીવન ગાંધી સરનેમ હૈ ઔર મેરી લાઇફ વાડ્રા સરનેમ હૈ !’
***
નિતીશકુમાર લખશે :
‘દેખિયે, હમરા જીવન તો ડગમગતી નૈયા સમાન હૈ ! કભી ઇસ પાર તો કભી ઉસ પાર ! હમ ડૂબતે નહીં હૈ મગર ડૂબોતે જરૂર હૈં !’
***
લાલુ યાદવ લખશે :
‘અરે, જીવન-જીવન કા લગા રખ્ખા હૈ ? હમ કા તો ઈ સુસરા જીવન પુરા ઘોટાલા લગ રહા હૈ !’
***
મમતા દીદી લખશે નહીં, બોલશે :
‘આમાર જીબોન ઓત્યોંન્તો કોષ્ટો (અત્યંત કષ્ટ) સોમાન હાય ! કોબી ટાંગ તૂટ જાતા હઈ, તો કભી સર પે ચોટ હોતા હઈ !’
***
અમિત શાહ પણ કહેશે જ :
‘ભઈ, મારું જીવન શું છે એ જાણીને તમારે શું કામ છે, તમે તમારામાં ધ્યાન આપોને, ભૈશાબ ?’
***
શશી થરૂર લખશે :
‘યુ સી માય લાઇફ હેઝ રિમેઇન્ડ એન ઓબ્નોક્શીયસ મુવમેન્ટ ઓફ અન-પ્રિડિક્ટેબલ પેન્ડ્યુલમ વિચ હેઝ બીન અન-સેરિમોનિયસલી ઓસ્સિલેટીંગ રિલેન્ટલેસલી બિટવીન વોકેબ્યુલરીઝ એન્ડ ડિક્શનેરીઝ ઓફ અ સર્ટન ક્વીન્સ લેંગ્વેજ... સો ટુ સ્પીક !’
***
કેજરીવાલ કહશે :
‘મેરા જીવન ઈવીએમ કા વો બ્લુ બટન થા ! આપને ઠીક સે દબાયા નહીં તો અબ ફોરેન મિડીયા ને ભી મુઝે ભૂલા દિયા !’
***
મોદી સાહેબ કહેશે :
‘મિતરોં... મેરા જીવન તો એક જુમલા હૈ !
જો જી = જીતેગા વ = વહી ન = નરેન્દ્ર !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment