જુના દોહા જુના જમાનાના હિસાબે હતા અને સારા હતા પણ હવે આજના સોશિયલ મિડીયાના જમાનામાં એ દોહાનું નવું રિ-મિક્સ બનાવવું જરૂરી છે ! સાંભળો…
***
(જુનો દોહો)
કબીરા ખડા બાજાર મેં
માંગે સબ કી ખૈર
ના કિસી સે દોસ્તી
ના કિસી સે બૈર
(નવો દોહો)
કબીરા ખડા બાજાર મેં
માંગે સબ કી ‘લાઇક’
હર કિસી સે ‘ફ્રેન્ડશીપ’
હલ ચેનલ ‘સબ-સ્ક્રાઈબ’ !
***
(જુનો દોહો)
પોથી પઢ પઢ જગ મૂઆ
પંડિત હુઆ ન કોઈ
ઢાઈ અક્ષર પ્રેમ કા
પઢે સો પંડિત હોય
(નવો દોહો)
‘ગુગલ’ પઢ પઢ જગ મૂઆ
ફેમસ હુઆ ન કોઈ
ઢાઈ મિનિટ જો ‘રીલ્સ’ કા
સીખે સો ફેમસ હોય !
***
(જુનો દોહો)
સાંઇ ઇતના દિજીયે
જાકે કુટુંબ સમાય
મૈં ભી ભૂખા ના રહુ
સાધુ ન ભૂખા જાય
(નવો દોહો)
‘વાઇ-ફાઈ’ ઇતના દિજીયે
પડોસીયોં કો સાંઈ
અપની ભી ‘યુ-ટ્યુબ’ ચલે
ભિખારી કા ‘સ્પોટિ-ફાય’ !
***
(જુનો દોહો)
ઐસી બાની ના બોલિયે
મન કા આપા ખોય
ઔરન કો શીતલ કરેં
આપહુ શીતલ હોય
(નવો દોહો)
ઐસી પોસ્ટેં ડાલિયે
ફોરવર્ડ કરે હર કોઈ
જો ફોરવર્ડ ના કર સકે
સો આપ હી બેકવર્ડ હોય !
***
(જુનો દોહો)
કાલ કરે સો આજ કર
આજ કરે સો અબ
પલ મેં પરલય હોએગી
બહુરી કરેગા કબ
(નવો દુહો)
‘લાઈક’ કરે તો આજ કર
‘કોમેન્ટ’ કરે તો અબ
કલ કો નેટ પે ‘બાન’ હુઆ
તો ‘પબ્જી’ મેં લડેગા કબ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment