કલ્પના જ ડરામણી છે ! કેમકે દેશની કરોડો ગરીબ મહિલાઓ કોંગ્રેસની ઓફિસોએ પહોંચીને ખટાખટ… ખટાખટ… ૮૫૦૦ રૂપિયા માટે બારણાં ખખડાવવા માંડી હોત !
કોંગ્રેસ સિવાયના વિપક્ષો કહેતાં હોત કે ‘ભઈ, અમે ક્યાં એવું વચન આપ્યું છે ? દેશની તિજોરી ખટાખટમાં જ ખાલી થઈ જાય તો અમે ભ્રષ્ટાચાર શેમાંથી કરીશું ?’
ચાલો એ છોડો, જરા કલ્પના કરો કે રાહુલબાબા જો ‘જી-સેવન’ માટે ઇટાલી ગયા હોત તો ?...
***
સાતે સાત દેશોના વડા બેઠા છે… એમની સાથે એમના મહત્વના અધિકારીઓ છે… વારાફરતી પ્રેઝન્ટેશનો ચાલી રહ્યાં છે… પછી ચર્ચાનો દોર શરૂ થાય છે…
ત્યાં ખયાલ આવે છે કે ભારતથી આવેલા રાહુલ ગાંધી તો અહીં છે જ નહીં !
શોધખોળ મચી જાય છે !
છેવટે પુરા બે કલાકે રાહુલબાબા ક્યાંકથી પ્રગટ થાય છે !
ઇટાલીનાં વડાપ્રધાન મેલોની પૂછે છે : ‘વ્હેર વેર યુ ? ‘ટુમ કાંહાં ઠે ?’’
રાહુલ ગાંધી કહે છે ‘મૈં અપને મામા કે ઘર ગયા થા !’
‘યોર મામા ? શી ઇઝ ઇન ડેલ્હી !’
‘નો ! મામા મિન્સ… બ્રધર ઓફ મામા ! લાઇક ક્વાત્રોચી !’
‘ઓહ, બટ હી ઇઝ નો મોર…’
‘યાહ… નો મામા ! બટ ઇટ ઇઝ માય મોસાળ…’
‘મોસ્સાદ ?’ અમેરિકન પ્રેસિડેન્ટ ચોંકી જશે. ‘યુ મિન યુ આર ઇન ટચ વિથ ઇઝરાયેલી સિક્રેટ એજન્સી ?’
‘નો નો… મોસાળ… મોસાળ !’ રાહુલબાબા સમજાવે છે. ‘મોસાળ મિન્સ મામા’ઝ મોમ્સ હાઉસ !’
‘બટ, યુ સેઇડ, મામા ઇઝ મામા’ઝ બ્રધર ! નાવ યુ આર સેઇંગ મામા’ઝ મામા’ઝ હાઉસ ઇઝ મોસ્સાદ !’
ભયંકર કન્ફ્યુઝ થવાથી રાહુલબાબા ત્યાંથી સરકી જાય છે !
ફરી અડધો કલાકે દેખાય છે ! મેલોની મેડમ પૂછે છે :
‘અબી ફિર સે ટુમ કિડર ગયા ઠા ?’
‘વો… ચિંતન કરને ગયા થા !’
‘ચિન-ટાન ? વો ક્યા હોટા હૈ ?’ મલોની શંકાથી પૂછશે : ‘ક્યા ટુમારા ચીન સે બાટ હો રહા હાય? ’
ફરી કન્ફ્યુઝ… ફરી બાબાજી ગાયબ…
***
રાહુલબાબા લિનીંગ ટાવર ઓફ પિઝા પાસે જઈને કહેશે :
‘અચ્છા ? તુમ્હારે યહાં યે ઐસા હોતા હૈ ? હમારે યહાં ગોલ હોતા હૈ !’
***
પછી એ જ ટાવરની એક સાઇડે ઊભા રહીને કહેશે :
‘યે લેફ્ટ કી તરફ ઝુકા હૈ, મતલબ કે લિબરલ હૈ…’
અને બીજી સાઈડે જઈને કહેશે :
‘યે રાઇટ વિંગ ટાઇપ હૈ ! મતલબ કે હિન્દુ હૈ, રાઈટ ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment