વધુ એક વર્લ્ડ-કપમાં ભારત સામે વધુ એક મેચ હાર્યા પછી પાકિસ્તાનની પ્રજાનો ગુસ્સો આસમાન ઉપર છે ! આટલો ગુસ્સો તો લોટ માટે લાઇનમાં બે કલાક ઊભા રહ્યા પછી લોટ જ ના મળે… ત્યારે ય જોવા નહોતો મળ્યો !
… આ સિવાય પણ બીજી જોક્સ છે !
***
લલ્લુમિયાં : ‘અમાં હદ હોતી હૈ, હમારી ટીમ એકસો બીસ રન ભી નહીં કર પાઈ !’
કલ્લુમિયાં : ‘તો ભારત કી ટીમ ભી કહાં કર પાઈ ? ઉન્હોં ને ભી સિર્ફ ૧૧૯ કિયે !’
***
પાકિસ્તાની ગલી ક્રિકેટના એક્સ્પર્ટો બીજી એક મહત્વની વાત કરી રહ્યા છે :
‘હમ ને તો તીન તીન કેચ છોડે ! ઉન્હોં ને સિર્ફ એક છોડા ! યે કહાં કી જેન્ટલમેન ગેમ હૈ ?’
***
જોકે એ લોકો એક વાત ઉપર ટોટલી એગ્રી છે કે…
‘પાકિસ્તાની ટીમ બોલિંગ કરે છે તો લાગે છે કે સાલી બેટિંગ પિચ છે ! અને જ્યારે બેટિંગ કરે છે ત્યારે લાગે છે કે આ તો બોલિંગ પિચ છે !’
***
લલ્લુમિયાં : ‘ઇસ બાર હમારે લોગોંને ટીવી કમ તોડે !’
કલ્લુમિયાં : ‘કહાં સે તોડેંગે ? ઘર મેં બીજલી ભી તો હોની ચાહિયે !’
લલ્લુમિયાં : ‘અમાં, બિજલી તો થી… મગર લાઇટ-બિલ ભરને કે પૈસે ભી તો હોને ચાહિયે !
***
પાકિસ્તાની મેનેજર : ‘સ્ટેડિયમમાં ભારતનું ક્રાઉડ ભયંકર શોર મચાવતું હતું…’
ભારતીય પ્રેક્ષક : ‘સાહેબ, હવે ટિકીટના પૈસા માટે પણ તમે આઈએમએફ પાસે લોન માગશો ? ભીખનો કટોરો લઈને…’
***
સોશિયલ મિડીયામાં એક મિમ :
‘ભૈયા તુમ સે ના હો પાયેગા. એક કામ કરો, પુરી ટીમ ઓએલએક્સ પે બેચ દો !’
***
એ મિમના જવાબમાં બીજું મિમ :
‘બેચને કી કોશિશ કી થી ! મગર પપુઆ ગિનીયા ને ભી ઇન્ટ્રેસ્ટ નહીં દિખાયા ! બોલ રહે થે, પુરે પેકેજ મેં ઇમાનદારી તો હૈ હી નહીં !’
***
ભારતના વિપક્ષની પ્રેરણા લઈને બનેલો એક મેસેજ ‘આશ્વાસન ઇનામ’ સમાન છે :
‘ભારતના બદ-ઈરાદા તો ૧૫૦-૨૦૦ રન કરવાના હતા. પણ પાકિસ્તાન ટીમે એમનો રથ માત્ર ૧૧૯ ઉપર થંભાવીને જોરદાર એકતાનું પ્રદર્શન કર્યું છે ! હકીકતમાં આ ભારતની ‘નૈતિક’ હાર છે ! ક્રિકેટ જગતે જાકારો આપ્યો છે… ભારતે વર્લ્ડ-કપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment