ક્રિકેટ ટીમના કોચ તરીકે નેતાઓ ?!

કહે છે કે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે જે અમુક બોગસ નામધારી અરજીઓ આવી છે એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં પણ નામ છે !

જરા કલ્પના કરો, જો ખરેખર આપણા નેતાઓ કોચ બને તો ?...

*** 

લાલુ યાદવ હથેળી કરતાં લાંબી બાંયનો કુરતો અને ઇસ્ત્રી વિનાનો પાયજામો પહેરીને આવશે અને કહેશે :

‘દેખા ભૈયા, બાલિંગ – બૈટિંગ ફિલ્ડીંગવા ઇ સબ તો ઠીક હૈ, મગર જૌન બાત સબ સે જ્યાદા જરૂરી હૈં, ઉ મઇદાન કા ઘાસ હૈ ! અગર ઘાસ હરી હૈ, હરી-ભરી હૈ, ઉસ મેં નમી હૈ ઔર સાઇજમાં ઠીકઠાક બડી હૈ તભી મૈચવા માં મજા આયેગા !’

*** 

મમતા બેનરજી મેચ શરૂ થવાની દસ મિનિટ પહેલાં જ મિડીયા સામે વ્હીલચેરમાં બેસીને એન્ટ્રી મારશે ! પછી તીખાં મરચાં જેવી ભાષામાં સામેની ટીમ ઉપર આક્ષેપો કરવા માંડશે :

‘હમારા ટીમ પોર હમલા હુવા હાય ! એક પ્લેયૌર કા માથા ફોડ દિયે છે ! દૂજા એક પ્લેયોર કા ટાંગ તોડ દિયા હાય ! હમડા બોલર કા ઉંગલી મેં ફેકચોર કોર દિયા હાય ! સામનેવાલા ટીમ જીત નંઈ સકતા, ઇસલિયે હોમરા સાથ વ્હાયોલેન્સ કોરતા હાય !’

*** 

કેજરીવાલ અડધી બાંયનું શર્ટ, સિમ્પલ પેન્ટ અને પગમાં ચંપલ પહેરીને આવશે. એ ખેલાડીઓને તો મળશે પણ નહીં ! ઉલ્ટું પ્રેસ-કોન્ફરન્સ ભરીને આક્ષેપબાજી શરૂ કરી દેશે :

‘દેખિયે, મૈં અભી સે બતા રહા હું કિ મેચ મેં અંપાયરીંગ ઠીક સે નહીં હોનેવાલી ! હમારે પ્લેયરોં કો ગલત તરીકે સે એલબીડબલ્યુ દિયા જાયેગા... તીન બાઉન્સર ડાલને સે પહલે હી ડીસક્વોલિફાય કર દેંગે ! પુરી ડીઆરએસ સિસ્ટમ ઉન્હોં ને હેક કર કે રખી હૈ ! આપ દેખ લેના, અગર હમ મેચ જીત ગયે તો યે લોગ હમેં જેલ મેં ડાલ દેંગે !’

*** 

જો અમિત શાહને કોચ બનાવ્યા હોય તો ખેલાડીઓ બિન્દાસ થઈ જશે ! કોઈ પ્રેક્ટીસ નહીં કરે, કોઈ કસરત પણ નહીં કરે ! આરામથી સ્વિમિંગ પુલમાં પડ્યા પડ્યા સોફ્ટ ડ્રીંક્સની મોજ માણતા હશે ! કોઈ પત્રકાર પૂછશે તો પ્લેયરો કહેશે :

‘અમારા મોટાભાઈ છે ને, એ સામેની ટીમના સાત પ્લેયરોને ફોડી નાંખવાના છે ! સમજો ને, ટ્રોફી તો અમારી જ છે !’

*** 

અને જો મોદી સાહેબ કોચ બનશે તો ? તો એ કહેશે :

‘દેખિયે.... પરમાત્માને મુઝે ઇસી કામ કે લિયે ધરતી પર ભેજા હૈ...’

***

- મન્નુ શેખચલ્લી

Comments