બંધબેસતા ફિલ્મી ડાયલોગ !

મોદીજીએ ‘શેહઝાદા’ને ટોણો માર્યો કે હવે અંબાણી-અદાણીનું નામ કેમ નથી લેતા ? ટેમ્પો ભરીને રૂપિયા આવ્યા છે કે શું ?
એ જ વખતે પેલો મશહૂર ડાયલોગ સોશિયલ મિડીયામાં ફેલાઇ ગયો કે 

જિન કે મકાન શીશે કે હૈં, વો દૂસરોં કે ઘરોં પર પથ્થર નહીં ફેંકા કરતે !’

આવા બીજા પણ ફેમસ બંધબેસતા ડાયલોગો છે ! સાંભળો…

*** 

મૈંને એક બાર કમિટમેન્ટ કર દી તો કર દી, ઉસ કે બાદ મૈં ખુદ કી ભી નહીં સુનતા…’

આવું કોણ બોલી શકે ? સુરતના કોંગ્રેસી ઉમેદવાર નીલેશ કુંભાણી !

*** 

દુનિયા કી કોઈ ભી જેલ ઐસી નહીં જો ગબ્બર કો જ્યાદા દેર રખ સકે…’

- ઉવાચ અરવિંદ કેજરીવાલ !

*** 

અને શ્રીમતી સુનીતા કેજરીવાલ પણ ડાયલોગ ફટકારી શકે કે…

એક ચૂટકી સિંદૂર કી કિમત તુમ ક્યા જાનો, રમેશબાબુ !’

*** 

અમેરિકામાં બેઠાં બેઠાં સામ પિત્રોડા ભલતા નિવેદનો કરીને કોંગ્રેસ માટે ટેન્શન ઊભું કરી ચૂક્યા છે. રાજીનામું આપ્યા પછી એમનો મસ્ત ડાયલોગ છે :

ટેન્શન લેને કા નહીં, સિર્ફ દેને કા !’

*** 

મહારાષ્ટ્રના એક બૂથમાં જઈને કૂહાડી વડે ઈવીએમ તોડી નાંખનાર યુવાનનો ડાયલોગ :

ડોન્ટ અંડર-એસ્ટિમટ ધ પાવર ઓફ અ કોમનમેન !’

*** 

રાહુલ ગાંધી જાહેરસભામાં બોલ્યા કે, ‘હમ એક ઝટકે મેં ગરીબી કો ખતમ કર દેંગે !’ એનાં તો ડાયલોગવાળા મિમ બની ગયા :

બેટા તુમ સે ના હો પાયેગા !’

*** 

બંગાળના રાજ્યપાલ ઉપર બળાત્કારના આરોપો પછી રાજ્યપાલ ચૂપ છે ! એની ઉપર ટીએમસીના નેતાઓનો ડાયલોગ :

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત !’

*** 

દેવગૌડાનો પૌત્ર ૩૦૦થી વધુ બળાત્કારના વિડીયો, પછી વિદેશ ભાગી ગયો ! હવે બિચારા દેવગૌડાનો ડાયલોગ :

ક્યા ક્યા દેખના પડ રહા હૈ, ઇસ ઉમ્ર મેં !’

*** 

અને પાકિસ્તાની તરફી નિવેદનો પછી ફારુક અબ્દુલ્લા અને મણિશંકર ઐયરના ડાયલોગ :

અપના ઉસુલ કહેતા હૈ, અગર ફાયદા હો તો જુઠ કો સચ માન લો, દુશ્મન કો દોસ્ત માન લો !’

***

-મન્નુ શેખચલ્લી

Comments