એક બાજુ આઈપીએલ ચાલે છે અને બીજી બાજુ ચૂંટણીઓ ચાલી છે… જોવાની વાત એ છે કે બન્નેના સ્ટાર્સની અમુક ખાસિયતો સરખી છે ! જુઓ…
***
નિતીશ કુમારનું ખાતું કોહલી જેવું છે.
‘મારી ફીફટી, મારી સેન્ચુરી, મારો રેકોર્ડ’ થાય એટલે બસ… પછી ટીમ જાય ખાડામાં !
***
પુરુષોત્તમ રૂપાલાનું હાર્દિક પંડ્યા જેવું થઈ ગયું છે…
મામુલી વાતે વિવાદ થઈ ગયો છે, ‘ટ્રોલ’ થઈ રહ્યા છે પણ ‘પદ’ છોડી શકાય એમ નથી !
***
ચિદમબરમ, જયરામ રમેશ, યશવંત સિંહા, શશી થરૂર, દિગ્વીજય સિંહ…
આ બધા કહેવાય મોટા ખેલાડીઓ પણ એમણે સચિન, મલિંગા, પોન્ટિંગ કે કુંબલેની જેમ દૂર ‘ડગ-આઉટ’માં ચૂપચાપ બેસી જ રહેવાનું !
***
રાહુલ ગાંધીની દશા દિલ્હી કેપિટલ્સના મેનેજર જેવી છે...
એમના સારા સારા ખેલાડીઓને બીજી ટીમવાળા ખરીદી લે છે !
***
પ્રિયંકા ગાંધી હવે પ્રિટી ઝિન્ટા જેવાં થતાં જાય છે…
ક્રાઉડ, કેમેરા અને સપોર્ટરો તૈયાર હોય ત્યારે જ બહાર આવવાનું અને સ્માઈલો આપ્યા કરવાનાં !
***
બીજી બાજુ મોદી સાહેબનો વટ ધોની જેવો છે…
ધોનીની જેમ પોતે ચોગ્ગા મારે કે છગ્ગા… લોકો એમ જ કહેવાના કે ‘વાહ શું માસ્ટર-સ્ટ્રોક છે !’
***
કેજરીવાલની હાલત સ્પોટ-ફિક્સીંગમાં પકડાઈ ગયેલા કોઈ બદનામ ખેલાડી જેવી થઈ ગઈ છે…
ગેમ ચેન્જર હોવા છતાં મેદાનમાં જ એન્ટ્રી નથી !
***
રહી વાત વરૂણ ગાંધીની. તો એની હાલત ચેતેશ્વર પૂજારા જેવી છે !
આમ ખેલાડી સારો ગણાય, પણ યાર, કોઈ રમાડતું જ નથી !
***
બાકી જનતા પણ સ્ટેડિયમમાં બેઠેલી પબ્લિક જેવી છે…
ટી-શર્ટ મુંબઈનું પહેર્યું હોય છતાં તાળીઓ ચેન્નાઈની સિક્સરો ઉપર મારે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment