જૂની કહેવતોની એક મજા જ એ છે કે જુદા જુદા સમય એક જ કહેવત જુદા જુદા લોકો અને જુદા જુદા માણસો ઉપર ફીટ થઈ જાય છે ! આજકાલની પરિસ્થિતિમાં જે બંધબેસતી પાઘડીઓ જેવી કહેવતો છે એની એક ઝલક…
***
ઘર કી મુર્ગી દાલ બરાબર
ટિકીટ ના મળી હોય એવા ગુજરાત ભાજપના નેતાઓ...
***
દ્રાક્ષ ખાટી છે
પક્ષમાં વફાદારી બતાવ્યા છતાં કદર ના થતી હોય એવા નેતાઓના બળાપા...
***
ઘર ફૂટે ઘર જાય
કોંગ્રેસ છોડી છોડીને જઈ રહેલા નેતાઓ..્્
***
બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો
કાળાનાણાંને ડામવા માટે કાઢેલાં ઈલેક્ટોરલ બોન્ડની વિગતો.
***
મોસાળમાં જમણ અને મા પીરસણે
પરિવારવાદથી પેદા થયેલા નેતાઓ...
***
સૌ ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી
કોમવાદનું ઝેર ફેલાવવાના સામસામા આક્ષેપો...
***
નાચવું નહીં એટલે આંગણું વાંકું
ઉમેદવારી માટે ના પાડનારા નેતાઓનાં બહાનાં...
***
અબ આયા ઊંટ પહાડ કે નીચે
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કરનાર કેજરીવાલ પોતે જ ભ્રષ્ટાચારના આરોપમાં...
***
શેઠની શીખામણ ઝાંપા સુધી
અદાલતની ફટકારને ઘોળીને પી જતાં સરકારી તંત્રો...
***
ત્રણ સાંધો ત્યાં તેર તૂટે
વિપક્ષના ગઠબંધનની હાલત..
***
મારું તે મારું, ને તારું-મારું સહિયારું
સીટ વહેંચણીમાં થઈ રહેલા ડખા...
***
બકરું કાઢતાં ઊંટ પેઠું
કોંગ્રેસમુક્ત ગુજરાત કરવા જતાં ભાજપમાં જ બળવાઓ...
***
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે
રાજકારણમાં ઘૂસેલાઓ જલસા કરે અને રાજકીય વિશ્ર્લેષકો ટીકા કરતા રહે...
***
અક્કરમીનો પડિયો કાણો
છેવટે તો મતદાર જ મુરખ બને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment