2024ની લોકસભાની ચૂંટણીનો તખતો ધમધમી ઊઠ્યો છે ! એની સાથે સાથે અમુક જુની કહેવતો પણ હવે નવા સ્વરૂપે જોવા મળશે !
***
જુની કહેવત
નવી બોતલમાં જુનો દારૂ
નવી કહેવત
નવી ભાજપમાં જુના કોંગ્રેસી !
***
જુની કહેવત
ઘર કા ભેદી લંકા ઢાયે
નવી કહેવત
કુર્સી કા લોભી I.N.D.I.A. ઢાયે !
***
જુની કહેવત
ધૂણતો ભૂવો નાળિયેર ઘર તરફ જ ફેંકે
નવી કહેવત
ધૂણતી ED દરોડા વિપક્ષ ઉપર જ પાડે !
***
જુની કહેવત
સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી
નવી કહેવત
સૌ કૌભાંડ કર કે ભ્રષ્ટાચારી ભાજપ કો ચલા !
***
જુની કહેવત
વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝા
નવી કહેવત
હાઈકમાન્ડ નાનું ને ટિકીટડાં ઝાઝા !
***
જુની કહેવત
ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ને ઉપાધ્યાયને આટો
નવી કહેવત
ઘરના કાર્યકર સેવા કરે, ને પક્ષપલટુને ટિકીટો !
***
જુની કહેવત
જમવામાં જગલો, ને કૂટવામાં ભગલો
નવી કહેવત
ટેક્સ-રાહતમાં ઉદ્યોગપતિ, દંડ-સજામાં જનતા !
***
જુની કહેવત
પડ્યો પોદળો ધૂળ લઈને ઉખડે
નવી કહેવત
જતો પક્ષપલટુ કાર્યકરો લઈને ઉપડે !
***
જુની કહેવત
દુનિયાને ઊંધા ચશ્મા, ડાહ્યા દિવાના લાગે
નવી કહેવત
મિડીયાને ઊંધા ચશ્મા, કૌભાંડી દેશભક્તો લાગે !
***
જુની કહેવત
ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
નવી કહેવત
માગ્યો વિકાસ, મળ્યું મંદિર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment