અજબ ગજબની કૉલર ટ્યૂન્સ !

અમુક લોકોને ફોન કરો ત્યારે સામેથી ઘણીવાર એવાં અજબ ગજબનાં ગાયનો સંભળાય છે કે આપણને થાય કે બોસ, જબરી હિંમત છે હોં ! જુઓ નમૂના… સોરી, સાંભળો નમૂના…

*** 

તમે ચાર ચાર વાર પરણી ચૂકેલા બોંતેર વરસના વડીલને ફોન કરો છો અને સામેથી સંભળાય છે :

હમ હૈં રાહી પ્યાર કે, 
હમ સે કુછ ના બોલિયે, 
જો ભી પ્યાર સે મિલા, 
હમ ઉસી કે હો લિયે !’

*** 
એનાથી ઉલ્ટું, 82 વરસે વાંઢા રહી ગયેલા, ખડખડપંચમ કાયા ધરાવતા, બોખા, બહેરા અને બિલોરી કાચ જેવા ચશ્મા પહેરતા ડોસાને તમે કોલ લગાડો છો અને સંભળાય છે :

હમેં તો લૂટ લિયા મિલ કે હુશ્નવાલોં ને, 
કાલે કાલે બાલોં ને, ગોરે ગોરે ગાલોં ને...’

*** 

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નોકરી કરતા કર્મચારીને તમે ફોન લગાડો છો અને સામેથી ખુલાસા કરતું ગાયન સંભળાય છે :

મુઝે દુનિયાવાલો, શરાબી ના સમજો, 
મૈં પીતા નહીં હું, પિલાઈ ગઈ હૈ !’

*** 

ઉંમર થઈ ગઈ છે, લગ્નનું ચોકઠું હજી સુધી ગોઠવાયું નથી... છેવટે તમે કોઈ મેરેજ બ્યુરોમાં ફોન કરો છો અને તમને સંભળાય છે :

યાર દિલદાર તુઝે કૈસા ચાહિયે ? 
પ્યાર ચાહિયે કે પૈસા ચાહિયે ?’

*** 

લગ્નનું ચોકઠું ગોઠવાઈ ગયું છે. તમે કેટરિંગવાળાને શોધી રહ્યા છો. બધા ઊંચા ઊંચા ભાવ માગે છે... સસ્તું, સસ્તું, વધુ સસ્તું એમ કરતાં કરતાં છેવટે એક રોગ નંબર લાગી જાય છે એમાં સંભળાય છે....

દાલરોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ !’

*** 

અને પતિદેવે પત્ની માટે ખાસ કોલર ટ્યુન સેટ કરી છે ! જ્યારે જ્યારે પત્ની ફોન કરે છે, ત્યારે એને સંભળાય છે...

‘પૈસા પૈસા કરતી હૈ, 
ક્યું પૈસે પે તૂ મરતી હૈ...’

*** 
ભૂલથી તમારો ફોન સ્મશાનની ઓફિસમાં લાગી જાય છે અને ત્યાંથી અવાજ આવે છે...

અકેલે હૈં... ચલે આઓ... કહાં હો... !!’

***

- મન્નુ શેખચલ્લી

Comments