ગાયનોના ડીપ મિનિંગ !

સોશિયલ મિડીયામાં એક ગાયનનો મિનિંગ ફરી રહ્યો છે. મેસેજ આ મુજબ છે.
ગાયન : ડફલીવાલે ડફલી બજા.
મિનિંગ : માઇન્ડ યોર ઓવ્ન બિઝનેસ !
આ હિસાબે બીજાં અનેક ગાયનોમાં ડીપ મિનિંગ રહેલા છે ! દાખલા તરીકે…

*** 

ગાયન
‘લગ જા ગલે, કે ફિર યે હસીં રાત હો ના હો... શાયદ ઇસ જનમ મેં મુલાકાત હો ના હો...’

મિનિંગ
વન નાઇટ સ્ટેન્ડ છે !

*** 

ગાયન
‘ન બોલે તુમ ન મૈંને કુછ કહા, મગર ન જાને ઐસા ક્યું લગા ? ધૂપ મેં ખિલા હૈ ચાંદ, દિન મેં રાત હો ગઈ...’

મિનિંગ
બન્ને જણાએ હાઈ ક્વોલીટીનું ડ્રગ્સ લીધું છે !

*** 

ગાયન
‘સુરજ હુઆ મધ્ધમ, ચાંદ જલને લગા... આસમાં યે હાય, ક્યું પિઘલને લગા ?’

મિનિંગ
આણે તો એનાથી યે હાઈ ક્વોલીટીનો માલ ફૂંક્યો લાગે છે !

*** 

ગાયન
‘હમ તેરે શહર મેં આયે હૈં, મુસાફિર કી તરહા, હમ કો ઇક બાર મુલાકાત કા મૌકા દે દે...’

મિનિંગ
બિચારો ફેસબુક ફ્રેન્ડશીપનો શિકાર થયો છે !

*** 

ગાયન
‘તન્હાઈ... તન્હાઈ... મીલોં તક ફૈલી હુઈ તન્હાઈ...’

મિનિંગ
ઇન્ટરનેટ ઉપર બાન મુકાઈ ગયો છે !

*** 

ગાયન
‘ક્યા મિલીયે ઐસે લોગોં સે, જિન કી નિયત છૂપી રહે, નકલી ચહેરા સામને આયે, અસલી સુરત છૂપી રહે...’

મિનિંગ
ભાઈને છેક હવે ખબર પડી છે કે જેને તે ‘એન્જલ પ્રિયા’ સમજીને પૈસા ટ્રાન્સફર કરતો હતો એ હકીકતમાં ‘અજીત પટવારી’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments