આજકાલ ખરેખર નવાઈ લાગે એવી ઘટનાઓ ઠેર ઠેર બની રહી છે ! જુઓ…
***
વિપક્ષોને નવાઈ લાગે છે કે ઇલેક્ટોરલ બોન્ડમાં જેના નામ નીકળવાની બહુ પાકી ધારણા હતી એમનાં નામો કેમ નીકળ્યાં જ નહીં !
***
કોંગ્રેસ હાઈકમાન્ડને નવાઈ લાગી રહી છે કે કોંગ્રેસના મોટા મોટા સિનિયર નેતાઓ ચૂંટણી લડવાની ના કેમ પાડી રહ્યા છે !
***
લોકોને નવાઈ લાગી રહી છે કે બરોબર સામી ચૂંટણીઓ આવીને ઊભી છે છતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફક્ત બે રૂપિયાનો જ ઘટાડો કેમ કર્યો ?
***
બીજેપીને નવાઈ લાગે છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેમ મમતા બેનરજીના પગમાં અથવા માથામાં પાટો આવી જાય છે !
***
ક્રિકેટ રસિયાઓને નવાઈ લાગે છે કે IPL નજીક આવતાંની સાથે ઇજાગ્રસ્ત અને અન-ફીટ ખેલાડીઓ શી રીતે અચાનક ફીટ થઈ જાય છે !
***
બીજેપીમાં જેની ટિકીટ કપાઈ ગઈ છે એને નવાઈ લાગે છે કે શી રીતે કપાઈ ગઈ… પણ અમુક એવાં પણ છે, જેને ટિકીટ મળી છે તેને પણ નવાઈ લાગે છે કે શી રીતે મળી ગઈ !
***
શેરબજારના નાના ઈન્વેસ્ટરોને પણ ગજબની નવાઈ લાગે છે કે હજી થોડા દિવસ પહેલાં તો ભારતનું શેરમાર્કેટ વર્લ્ડ-બેસ્ટ બનવાની તૈયારીમાં હતું ત્યાં અચાનક એમાં ગાબડાં કેમ પડી ગયાં !
***
ખુદ EDને નવાઈ લાગે છે કે આપણે જેના ઉપર દરોડો પાડીએ છીએ એમાથી અમુક નેતા થોડા જ દિવસો પછી ભાજપમાં કેમ જોડાઈ જાય છે !
***
અને પ્રજાને તો નવાઈ લાગે જ છે કે જે નેતાઓનાં મોઢાં પાંચ પાંચ વરસ લગી જોયાં નથી એ આપણા વિસ્તારમાં મોઢાં બતાડવા આવી પહોંચશે તો એમનાં મોઢાં જોઈને આપણે કરવાનું શું ! હેં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment