ઘડપણ ઉપર ડહાપણ !

માત્ર હું અને તમે ઘરડા નથી થઈ રહ્યા, દુનિયાના મહાન માણસો પણ છેલ્લે તો ઘરડા થયા જ છે ! જુઓ, એ મહાન માણસો ઘડપણ વિશે શું કહી ગયા છે…

*** 

હું જેમ જેમ ઘરડો થતો જાઉં છું તેમ તેમ મને બહુ સ્પષ્ટ રીતે એ ઘટનાઓ યાદ આવી રહી છે જે કદી બની જ નહોતી !
- માર્ક ટ્વેન

*** 

20 વરસની ઉંમરે આપણે ચિંતા કરીએ છીએ કે બીજાઓ આપણા વિશે શું માનતા હશે.... 40 વરસની ઉંમરે આપણે પરવા નથી કરતા કે બીજાઓ શું વિચારશે... અને 60 વરસની ઉંમરે આપણને ખબર પડે છે કે કોઈ આપણા વિશે કશું વિચારતા જ નહોતા !
- એન લેન્ડર

*** 

વિરોધાભાસ એ છે કે લાંબુ જીવવાનો વિચાર સૌને ગમે છે પણ એના માટે ઘરડા થવું પડે એ વિચાર કોઈને ગમતો નથી !
- એન્ડી રૂની

*** 

જ્યારે તમારા ઓળખીતાઓ તમારાં વખાણ કરવા માંડે કે તમે કેટલા યુવાન દેખાઓ છો, ત્યારે સમજી લેવું જોઈએ કે તમારું ઘડપણ શરૂ થઈ ગયું છે !
- માર્ક ટ્વેન

*** 

મારી ઉંમર 59 વરસની છે અને મને લોકો ‘મિડલ-એજ્ડ’ કહી રહ્યા છે. મને કહો, તમે કેટલા 118 વરસના લોકોને ઓળખો છો ?
- બેરી ક્રેર

*** 
માણસને સંતાનના સંતાનોને લીધે ઘડપણનો એહસાસ નથી થતો, હકીકતમાં એની પત્ની હવે દાદી બની ચૂકી છે એ ખયાલ એને ઘરડો બનાવે છે !
- જે નોર્મન કુલી

*** ્્્

જન્મદિવસો તમારા માટે સારા છે. આંકડાઓ કહે છે કે જેના જન્મદિવસો વધારે હોય છે તે લાંબુ જીવે છે !
- લેરી લોરેન્ઝન

*** 

તમે ઘરડા થાઓ ત્યારે ત્રણ વાત બને છે. એક, તમારી યાદશક્તિ બગડતી જાય છે. બે… અને ત્રણ… યાદ આવે એટલે કહું !

- મન્નુ શેખચલ્લી


Comments