મોંઘવારી ભથ્થાની સાચી કવિતા !

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 4 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર થયો, એમાં તો કહે છે કે કર્મચારીઓ ખુશખુશાલ થઈ ગયા છે !

હકીકતમાં બેઝિક પગાર ઉપર હવે જે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે એમાં હિસાબ ગણો તો આખા પગારમાં માત્ર બે ટકાનો જ વધારો થયો ને !

એટલે જ અમુક ચતુર સરકારી કર્મચારીઓ ‘નવરંગ’ ફિલ્મના ગાયનની પેરોડી ગાઈ રહ્યા છે…

*** 

માન્યવરશ્રી, મહેંગાઈ કે મત
તુમ કાન મરોડો
સીધે સીધે તનખા દે દો
બાકી સબ છોડો !

*** 

તનખા નહીં, યહાં પર તો
હપ્તા ચલતા હૈ
જીતના ભારી અફસર
હપ્તા ઉતના તગડા હૈ
ઓવરટાઇમ ભી હપ્તે કા
તુમ હમ પર છોડો
સીધે સે તનખા દેદો
બાકી સબ છોડો !

*** 

ઊંચી ઊંચી મિટિંગ મેં
‘સેટિંગ’ હોતી હૈ
છોટે દફતર મેં ડાયરેક્ટ
‘ઇટિંગ’ હોતી હૈ
ટીએ ડીએ કી ફિકર કીસે
સબ ટેન્શન છોડો
સીધે સે તનખા દે દો
બાકી સબ છોડો !

*** 

આલસી કૌન હૈ ભૈયા ?
તુમ હમ સે પૂછો
કૌન મહેનતી બંદા ?
વો ભી હમ સે પૂછો
સિર્ફ તનખા જો લેતા
વો સોતા રહતા હૈ
મલાઈ કમાનેવાલા હી
મહેનત કરતા હૈ !
‘ઓફિશીયન્સી’ કા યે લફડા છોડો
સીધે સે તનખા દે દો
બાકી સબ છોડો !

*** 

‘પાસિંગ’ કે પાંચસો લગેંગે
‘ઓકે’ કા પાંચ હજાર
બીસ હજાર ? વજન પડતા હૈ
પર સાઠ મેં હિલેગી ફાઈલ
લાયસન્સ કા તુમ લાખ સમજો
યહી હૈ સરકારી સ્ટાઇલ
કારોબાર કરોડોં કા
‘ઉપર’ તક કા હૈ
સેલેરી તો બસ નામ કી
ગુણિયલ ગંગા હૈ !
દે દે કર તુમ કિતના દોગે ?
અબ યે ગિનતી છોડો,
સીધે સે તનખા દે દો
બાકી સબ છોડો !

***

- મન્નુ શેખચલ્લી

Comments