ક્યારે કયું ગાયન નહીં ?!

લગ્નની સિઝનમાં બેન્ડવાજાંવાળા અને ડીજીવાળા પોતાની ધૂનકીમાં એવા ચગી જતા હોય છે કે ક્યારે કયું ગાયન ગાવું કે વગાડવું એનું ભાન ભૂલી જાય છે !

અહીં અમુક ગાયનોનું લિસ્ટ છે, તે મહેરબાની કરીને જોઈ લેવું અને બેન્ડવાજાં અને ડીજેવાળાને બતાડી પણ દેવું ! દાખલા તરીકે…

*** 

જ્યારે જાન મંડપ પાસે આવે અને વરરાજાની સાસુમા એને પોંખવા માટે સામે આવીને ઊભી હોય ત્યારે એમ ના ગવાય કે : 
‘મુજ સે શાદી કરોગીઈઈ ?’

*** 

જ્યારે કન્યાદાન વખતે વરરાજાને દહેજમાં ઘરેણાં, ગાડી વગેરે વગેરે અપાઈ રહ્યાં હોય ત્યારે જાહેરમાં મોટેથી ના વગાડાય કે...

‘હમ લૂટને આયે હૈં, હમ લૂટ કે જાયેંગે !’

*** 

અને લગ્ન પત્યાં પછી જ્યારે વિદાય થઈ રહી હોય ત્યારે કોઈ અક્કલ વગરના ડીજેએ હરગિઝ ના વગાડવું કે –

અપને દેવર કી બારાત લેકે લો ચલી મૈં !’

*** 
રિસેપ્શનમાં વર-કન્યા પ્રેમથી સૌ સાથે ઊભા રહી રહીને ફોટા પડાવતાં હોય ત્યારે લાઈવ સંગીત ગાનારે આ ગાયન ગાવાનું નથી ! કે –

‘કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ, અબ કિસ કો ક્યા મિલા યે મુકદ્દર કી બાત હૈ !’

*** 

જ્યારે લાઇવ વિડીયોવાળો મોટા સ્ક્રીન ઉપર રિસેપ્શનનાં ફૂડ-કાઉન્ટરો બતાડી રહ્યો હોય ત્યારે લાઈવ સંગીતમાં ના ગવાય કે –
‘યે સમજો ઔર સમજાઓ, થોડી મેં કામ ચલાઓ... દાલ-રોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ !’

*** 

અને ભલે ને ફૂડ કાઉન્ટરોથી દૂર ખૂણામાં ક્યાંક ‘ડ્રીંક્સ’ની વ્યવસ્થા રાખી હોય, છતાં બોસ, જાહેરમાં ના ગવાય કે –

હુઈ મહેંગી બહોત હી શરાબ, કે થોડી થોડી પિયા કરો... પિયો લેકિન રખો હિસાબ, કે થોડી થોડી પિયા કરો !’

(ગિફ્ટ સીટીમાં મેરેજ રાખ્યાં હોય તો અલગ વાત છે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments