સૌથી પહેલી જોક તો એ જ છે કે પાકિસ્તાનમાં જે થઈ તે ચૂંટણી હતી કે જોક ?
હજી બીજી પણ છે. વાંચો…
***
જે પાકિસ્તાનીઓ જાહેરમાં કહે છે કે આ ચૂંટણી તો એક જોક હતી…
એમને આર્મીવાળા પૂછી રહ્યા છે : ‘અચ્છા ? તો હરામખોરો, તમે હસતા કેમ નથી ?’
***
દુનિયાભરનું મિડીયા કહે છે કે પાકિસ્તાનની ચૂંટણીમાં બહુ મોટા પાયે ગોટાળા થયા છે અને પરિણામો જાહેર કરવામાં પણ ઘણી ગોલમાલ થઈ છે.
અચ્છા ? આ વાત ભારતના વિપક્ષોને શી રીતે સમજાવવી ? કેમકે પાકિસ્તાનમાં તો EVM વિના જ, મતપત્રકો વડે ચૂંટણી થઈ હતી !
- તો પછી સાલી, ગોલમાલ શી રીતે થઈ ?
***
જોકે પાકિસ્તાનની ચૂંટણીએ એક વર્લ્ડ રેકોર્ડ કરી નાંખ્યો છે !
શી રીતે ? અરે, આ એક જ એવો લોકશાહી દેશ છે જ્યાં એકસાથે 100થી વધુ ‘અપક્ષ’ ઉમેદવારો જીત્યા છે !
***
એ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિહ્નો પણ કેવાં કેવાં આપવામાં આવ્યાં હતાં !... પોપટ, લોટો, હથોડી, ખીલી, સ્ક્રુ, પાંદડું, કેળું, તડબૂચ, લસણ, ઠળીયો, લખોટી, દડો, માટલું, કીડી, પતંગિયું….
- આર્મીવાળા તો આ બધું જોઈને હસી જ રહ્યા છે ! ઉપરથી જનતાને પૂછે છે : ‘હરામખોરો, તમને હજી હસવું નથી આવતું ?’
***
પાકિસ્તાનનું ચૂંટણીપંચ સિરિયસલી વિચારી રહ્યું છે કે આપણે 250થી વધુ ચૂનાવ ચિન્હો તો બનાવી દીધાં… હવે એ બધાંને ભેગા કરીને એક ‘સચિત્ર કક્કો’ બહાર પાડી દઈએ ?
***
ચૂંટણીમાં ‘બેટ’ના પ્રતીક ચિન્હ ઉપર બાન હતો, આર્મીએ આ પ્રતીકને દેખો ત્યાંથી જપ્ત કરવાનો ઓર્ડર આપ્યો હતો…
- આજે એ હાલત છે કે પાકિસ્તાનનાં નાનાં નાનાં હજારો છોકરાંઓ કહે છે કે હવે તો અમને અમારાં બેટ પાછાં આપો ?
***
જોકે પાકિસ્તાનમાં ચાલી રહેલી બેસ્ટ જોક આ છે : ‘પાકિસ્તાની આર્મી ને કોઈ વૉર જીતી નહીં મગર કોઈ ચુનાવ હારા ભી નહીં !’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment